Tu Meri Main Tera Main Tera Tu Meri : કાર્તિક-અનન્યાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિનેમાઘરો બાદ આ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે
કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની મોસ્ટ અવેટેડ રોમેન્ટિક ફિલ્મ `તુ-મેરી-મેં-તેરા-મેં-તેરા-તુ-મેરી’ને લઈને પહેલેથી જ જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. બંનેની ફ્રેશ કેમિસ્ટ્રી, મ્યુઝિક અને ટાઇટલે દર્શકોની ઉત્સુકતા વધારી છે. ફિલ્મ ક્રિસમસના અવસરે 25 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ દરમિયાન ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને પણ નવી માહિતી સામે આવી છે.
મળતી માહિતી મુજબ, આ ફિલ્મ પહેલા મોટા પડદા પર રિલીઝ થશે, જ્યાં મેકર્સને સારી બોક્સ ઓફિસ ઓપિંનગની આશા છે. અગાઉ એવી ખબર હતી કે થિયેટર રન બાદ ફિલ્મ કોઈ પોપ્યુલર ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે, જોકે પ્લેટફોર્મનું નામ ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યું નહોતું. હવે ફિલ્મની ઓટીટી રિલીઝને લઈને એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઈ-ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ, કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની તુ-મેરી-મેં-તેરા-મેં-તેરા-તુ-મેરી થિયેટર રિલીઝ બાદ ખૂબ જલ્દી એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.
આ પણ વાંચો :ત્રણ નહીં, હવે આવશે ‘4 ઇડિયટ્સ’? આમિર ખાન અને રાજકુમાર હિરાનીની જોડી ફરી ઈતિહાસ રચવા તૈયાર
શરૂઆતમાં દર્શકોને આ ફિલ્મ ભાડે (રેન્ટ પર) જોવાની તક મળશે. થિયેટર રિલીઝના અંદાજે 6 અઠવાડિયા પછી, એટલે કે 5 ફેબ્રુઆરીથી ડિજિટલ રેન્ટલ શરૂ થશે. ત્યારબાદ જો તમે પ્લેટફોર્મના સબ્સ્ક્રાઇબર છો, તો 19 ફેબ્રુઆરીથી ફિલ્મ મફતમાં સ્ટ્રીમ કરી શકાશે. ફિલ્મ `તુ-મેરી-મેં-તેરા-મેં-તેરા-તુ-મેરી’ને કરણ જોહરે પ્રોડ્યુસ કરી છે અને તેનો નિર્દેશન સમીર વિદ્વાંસે કર્યું છે.
કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ઉપરાંત, ફિલ્મમાં નીના ગુપ્તા, જેકી શ્રોફ અને અરુણા ઈરાની સહિત અનેક કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં કાર્તિક સાથે અનન્યા બીજી વખત રોમાન્સ કરતી જોવા મળશે. આ પહેલાં આ જોડીને પતિ પત્ની ઔર વો ફિલ્મમાં એકસાથે જોવામાં આવી હતી.
