પાકિસ્તાની સેના ઉપર TTPનો હુમલો : ૬ જવાનોના મોત
પાકિસ્તાની સેના ઉપર દક્ષિણી વજીરિસ્તાનમાં તહેરીક-એ-તાલીબાનનાં લડાકુઓએ હુમલો કરતા છ જવાનો માર્યા ગયા છે જયારે ૧૧ ગંભીર છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર, લાધા પાસે પાકિસ્તાની ચોકી ઉપર ટીટીપીના લડાકુઓએ હુમલો કર્યો હતો.પાકિસ્તાન માટે સૌથી મોટી ચિંતાની બાબત એ છે કે છેલ્લા એક મહિનામાં સેના ઉપર આ ૧૦મો હુમલો છે અને કુલ ૧૦૦ જવાનોના મોત થયા છે.
પાકિસ્તાન બીજા દેશોમાં આતંકવાદ ફેલાવે છે પણ હવે તે પોતે આતંકથી તબાહી તરફ ધકેલાઈ રહ્યું છે. સેના ઉપર વારંવાર હુમલા થાય છે અને હવે તેની સંખ્યા વધતી જાય છે.