Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ટ્રેન હાઈજેક સંકટ યથાવત , પાક સેનાની હવા નીકળી ગઈ

Wed, March 12 2025

આતંકવાદી હુમલાઓમાં બરાબર સંચાલન કરનાર પાકિસ્તાન ખુદ પોતાની જ ભૂમિ પર લડાકુઓ સામે લાચાર અને નિષ્ફળ દેખાય છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલોન પાસે બલોચ આર્મી દ્વારા મંગળવારે ૫૦૦ મુસાફરો અને પાક સૈનિકો સાથેની જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કર્યાના કલાકો બાદ પણ હજુ સંકટ યથાવત છે અને પાકિસ્તાન આર્મી બધા જ બંધકોને છોડાવી શકી નથી. હાઇજેકના બીજા દિવસે સેના અને લડાકુઓ વચ્ચે ફાયરિંગ સહિતના હુમલા સામસામા થયા હતા. પણ સેના ઓપરેશન પૂરું કરી શકી નથી. બધા બંધકો મુક્ત થયા નથી.

પાક સેનાએ બુધવારે એવો દાવો કર્યો હતો કે અમે ૧૫૫ બંધકોને છોડાવ્યા છે અને ૨૭ લડાકુઓને ઠાર કર્યા છે. જ્યારે બલોચ આર્મીએ ઓડિયો મેસેજ આપીને કહ્યું હતું કે ૮૦ લોકોને અમે જ છોડી મૂક્યા છે. જેમાં બાળકો, મહિલાઓ અને વૃધ્ધો છે . અમે પાક સેનાના ૩૦ ને ઢાળી દીધા છે. જો કેદીઓને મુક્ત કરાશે નહીં તો બધાને મારી નાખશું. અત્યારે પાક સેનાના અધિકારી અને જવાનો બંધક છે.

બીજી બાજુ પાક સેનાએ એવો દાવો કર્યો છે કે અમે હેલિકોપ્ટર અને ડ્રોન ઓપરેશન કર્યું છે અને લડાકુઓને માર્યા છે. જો કે હકીકત એ છે કે હાઈજેક સ્થળ પર જતાં સેના ડરે છે. બલુચિસ્તાનના પૂર્વ સીએમ અખ્તર મેનગલે આ વાત કરી હતી.

બીજી બાજુ એવી શંકા પણ પ્રબળ બની છે કે બલોચ હાઇજેકરોએ સેનાના વધુ જવાનોને મારી નાખ્યા છે અને બાકીનાને બંધક બનાવી રાખ્યા છે. પાક સેના ગ્રાઉન્ડ ઓપરેશન કરી જ શકી નથી અને સરકાર ખોટા દાવા કરી રહી છે.

200 શબપેટીઓ કવેટા મોકલાઈ; મોટી જાનખુવારીની પ્રબળ શંકા

દરમિયાનમાં 200 શબપેટીઓ ક્વેટા રેલ્વે સ્ટેશનથી બલુચિસ્તાન મોકલવામાં આવી છે ત્યારે એવી શંકા પ્રબળ બની છે કે મોટા પાયે કત્લેઆમ કરાઇ છે. અગાઉ, બલૂચિસ્તાનના ભૂતપૂર્વ સીએમ અખ્તર મેંગલે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, “બલૂચિસ્તાનનો એક ઇંચ પણ એવો ભાગ બચ્યો નથી જેના પર પાકિસ્તાની સરકાર પોતાનો હક દાવો કરી શકે. તેઓ આ યુદ્ધ સંપૂર્ણપણે હારી ગયા છે. અમે તેમને ચેતવણી આપી હતી, જેમ અમારા પહેલાના લોકોએ તેમને ચેતવણી આપી હતી.”

હુમલાખોર સુસાઈડ જેકેટ પહેરીને ઊભા છે, પાક સેના ત્યાં જતાં ડરે છે

બલૂચ લિબરેશન આર્મીએ કેટલાક નિર્દોષ બંધકોની ખૂબ નજીક આત્મઘાતી જેકેટ પહેરેલા હુમલાખોરોને મૂક્યા છે. આ સ્થળે જતાં પાકિસ્તાની સેના ડરે છે . સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ હવે અંધારાનો લાભ લઈને ભાગી જવા માટે નાના જૂથો બનાવી લીધા છે. પરંતુ સુરક્ષા દળોએ ટનલને ઘેરી લીધી હતી અને ટૂંક સમયમાં બાકીના મુસાફરોને બચાવી લેશે તેવી આશા હતી.

૪૮ કલાક બાદ હત્યા શરૂ થશે; બલોચ આર્મીની ચેતવણી

દરમિયાનમાં બલોચ લડાકુઓએ પાક સરકારને એવો મેસેજ પણ મોકલાવી દીધો છે કે અમારા કેદીઓને છોડવા માટે ૪૮ કલાકની મુદ્દત અમે આપી છે અને ૫૮ કલાક પૂરા થઈ ગયા બાદ દર કલાકે ૫ ડેડ બોડી મોકલવામાં આવશે અને તેની જવાબદારી પાક સરકારની રહેશે.

ભારતના હાથનો આરોપ; આબરૂ બચાવવા પાક સરકારનો પેતરો

આ આતંકી હુમલા મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારતને જવાબદાર ઠેરવીને એવી બકવાસ કરી છે કે આ વિદ્રોહમાં ભારતનો હાથ છે. વિદ્રોહીઓ સામે લાચાર બનેલી સરકારે આમ કહીને આબરૂ બચાવવા પેતરો કર્યો છે . પાક સેના અને સરકારની નિષ્ફળતા છુપાવવા માટે કાદવ ઉછાળ રમત શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

ઈન્ટરનેટ થઈ શકે છે સસ્તું !! : Elon musk આપશે ભારતને હાઇ સ્પીડ નેટ, જાણો કેટલા હશે Starlink ના ઇન્ટરનેટ પ્લાનની કિંમત ??

Next

દેશમાં લોકોને થોડીક રાહત મળી : છુટક મોંઘવારીનો દર ફેબ્રુઆરીમાં ઘટીને 3.61% થયો જાન્યુઆરીમાં 4.26% હતો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
15 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
15 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
16 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
16 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

વડાપ્રધાન મોદી પાસે કેટલી રોકડ છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
RMCની ફૂડ શાખાના રેંકડીરાસ’ ફરી શરૂ !
રાજકોટ
2 વર્ષ પહેલા
કુબુલ હૈ… દંગલ ફેમ ઝાયરા વસીમે કર્યા નિકાહ, પતિ સાથેનો ફોટો કર્યો શેર : નિકાહનામા પર સહી કરતી જોવા મળી એક્ટ્રેસ
Entertainment
4 મહિના પહેલા
આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ!
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર