આવતીકાલે વિક્રમ સંવત 2081નો છેલ્લો દિવસ: 23મીએ નવું વર્ષ, જાણો પડતર દિવસ કેમ આવે છે?
વિક્રમ સંવત 2081નો છેલ્લો દિવસ છે, બુધવારે ગુજરાતી મહિના મુજબ નવું વર્ષ, આ વર્ષે પુરુષોત્તમ મહિનો અર્થાત અધિક માસ છે. જે 12ને બદલે 13 મહિનાનું વર્ષ રહેશે. આજે દિવાળી સાથે વિક્રમ સંવત 2081નો અંતિમ દિવસ છે. જેને પડતર દિવસ તરીકે ઓળખાય છે. છેલ્લા ત્રણ વર્ષથી દિવાળી અને નવા વર્ષ વચ્ચે ધોકો આવી રહ્યો છે.
તા. 22 ઓક્ટોબર કારતક સુદ એકમ ને બુધવારથી પીંગલ નામના સંવત્સરનો પ્રારંભ થશે. બુધવારે સ્વાતિ નક્ષત્ર હોવાથી આ દિવસ ઉત્તમ રહેશે. વર્ષમાં ચાર વણ જોયા મુહૂર્તના દિવસો આવે છે તેમાં એક કારતક સુદ એકમ એટલે કે બેસતું વર્ષ પણ ગણાય છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર રહેતી નથી.
આ વર્ષે અધિકમાસ એટલે કે પુરુષોત્તમ માસ પણ છે. જેઠ મહિના તરીકે છે. આમ, આ વર્ષે બે જેઠ મહિના છે. નવા વર્ષે સવારે ઉઠી માતા-પિતા તથા વડીલોને પગે લાગવું. કુળદેવીને પગે લાગવું. પુજામાં ગુરૂ મંત્ર અથવા કુળદેવીના મંત્રની માળા કરવી. આ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને અન્નકુટ ધરાવવાનું પણ મહત્વ છે. કુંભ, મીન, મેષ રાશીના જાતકોને સાડા સાતી ચાલી રહી છે. આથી આ રાશીના લોકોએ જીવનના મહત્વના નિર્ણય સમજી વિચારીને લેવા.
આ પણ વાંચો : સામાન્ય જનની શાંતિ, સુખાકારી એ અમારા માટે સાચી દિવાળી! રાજકાટ શહેર-જિલ્લાના IAS, IPS ઓફિસર્સનો દિપોત્સવી પર્વ ઉજવણીનો સહિયારો સૂર
કુંભ. વૃશ્ચિક. કર્ક રાશીના જાતકોને રાહુ અશુભ ચાલી રહ્યો છે. આથી આ રાશીના જાતકોએ પણ સાવચેતી રાખવી. મહાદેવજી, હનુમાનજીની ઉપાસના કરવી. સ્વામી રાહુ છે આથી અનાજ મોંઘુ થાય ઝેરી બીમારીઓથી સાવચેત રહેવું. ખાસ કરીને વાહન અકસ્માતમાં વધારો થાય, વરસાદ સારો થાય, આ વર્ષે માર્ચ મહિના દરમિયાન રાહુ મંગળ ગ્રહની કુંભ રાશિમાં યુતિ દેશના અર્થતંત્ર માટે તથા રાજકારણમાં નિર્ણાયક બનશે. ખાસ કરીને આ સમય દરમિયાન રાજકારણમાં ગરમાવો આવે અનેકે ફેરફાર થવાની શક્યતા છે તેમ શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન) જણાવે છે.
