આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના મહત્વના કાર્યો અધૂરા રહેશે ; લાગણીઓ દુભાશે , કાર્યસ્થળે મતભેદ થશે
date : 17-10-2024
આજની રાશી મીન : 04;20 pm મેષ
મેષ (અ,લ,ઇ)
નવા મિત્રો બનાવી શકો છો. સામાજિક કાર્યક્રમોમાં જઈ શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામના સ્થળે નવી માહિતીઓ પ્રાપ્ત થશે. પરિવારના વરિષ્ઠ લોકોનો સાથ અને આશીર્વાદ મળશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે મત-ભેદો થઇ શકે છે. માનસિક થાક લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
ધનલાભ થવાની શક્યતા રહેશે. કામમાં ખુબજ પ્રગતિ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
નાણાકીય સ્થિતિ મજબુત બનશે. જીવનસાથી સાથેના સંબંધો મધુર બનશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
અન્ય લોકો કે મિત્રો નાણાં ઉધાર માગી શકે છે. આજે જોખમી પ્રવૃત્તિઓ લેવાનું ટાળવું જોઈએ. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
ધન (ભ,ધ,ફ,ઢ)
સમાજ સેવાને લગતી પ્રવૃતિઓમાં રસ વધું રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મકર ( ખ,જ)
આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. કામમાં આનંદ તથા ઉત્સાહ વધું રહેશે. દિવસ આનંદમય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
મહત્વના કામો અધૂરા રહી શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
કાર્યસ્થળ પર શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.