આજનું રાશિફળ 13 માર્ચ : આજે આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં ભૂલ પડશે, સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે, લાગણી દુભાશે
આજની રાશી : સિંહ
મેષ (અ,લ,ઇ)
આજે મહત્વના નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી જોઈએ. મિત્રો સાથેના સંબંધો બગડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. કામને પુર્ણ કરવામાં વધું મહેનત રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મીથુન (ક,છ,ઘ)
મહત્વના કામમાં ભૂલો પડી શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે.
કર્ક (ડ,હ)
આજે કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
આજે કામમાં થાક વધું લાગી શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે કોઈ નવું કામ શીખી શકો છો. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ લાભદાયક રહેશે .
તુલા (ર,ત)
આજે સ્વભાવ શાંત તથા ઠંડો રહેશે. મહત્વના કામ પુર્ણ થઇ શકે છે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃશ્ચિક (ન,ય)
આજે અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળશે .કામમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. બધાજ કામનો સરળતાથી પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
આજે તમારા કામના ખુબજ વખાણ થઇ શકે છે. આર્થિક લાભ થઇ શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આજે કામમાં બેચેની લાગી શકે છે. નકામી વસ્તુઓમાં ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે કામને પુર્ણ કરવામાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. ચિંતાઓ થોડી વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું.