આજે ભારત-આફ્રિકા વચ્ચે બીજી ટી-૨૦ મેચ
ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આજે સાંજે ૭:૩૦ વાગ્યાથી બીજી ટી-૨૦ મેચ રમાશે. પહેલી ટી-૨૦માં ભારતે શાનદાર જીત મેળવ્યા બાદ હવે બીજી મેચમાં આફ્રિકા પલટવાર કરવા આતૂર છે. જો કે ભારતીય બેટરોનું ફોર્મ જોતાં તેના માટે આ મેચમાં પણ કપરાં ચઢાણ રહેવાની શક્યતા છે. ખાસ કરીને સંજૂ સેમસન સહિતના બેટરનું ફોર્મ આફ્રિકા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. બન્ને ટીમ વચ્ચે ચાર મેચની ટી-૨૦ શ્રેણી રમાશે જેમાં ભારત અત્યારે ૧-૦થી આગળ છે. આજે હાર્દિક, અર્શદીપસિંહ સહિતના ખેલાડીઓના પ્રદર્શન ઉપર પણ સૌની નજર રહેશે.
ભારત-દક્ષિણ આફ્રિકાનો બીજો મુકાબલો રવિવારે સેન્ટ જ્યોર્જ પાર્ક સ્ટેડિયમમાં રમાવાનો છે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. જ્યારે પહેલી મેચ રાત્રે 8.30 વાગ્યાથી રમાઈ હતી. પહેલી મેચ ડરબનમાં યોજાઈ હતી. આ કારણે તેનો સમય અલગ હતો.
ભારત-દક્ષિણ આફ્રિકા મેચ ફ્રીમાં લાઈવ જોઈ શકશે દર્શકો
ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં ચાર મેચ રમશે. આ સિરીઝ ટીવી ચેનલ Sports18 પર જોઈ શકાશે. જો દર્શકો બીજી T20 મેચ મોબાઈલ પર જોવા માંગે તો તે પણ શક્ય છે. આ માટે JioCinema એપ ડાઉનલોડ કરવી પડશે. અહીં મેચ ફ્રીમાં લાઈવ જોઈ શકશે.
બીજી T20 દરમિયાન કેવું હશે હવામાન
ભારત-દક્ષિણ આફ્રિકાની બીજી મેચના દિવસે હવામાન ઠંડું રહી શકે છે. હવામાન વિભાગ મુજબ તાપમાન લગભગ 16 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. તેથી મેચ દરમિયાન કોઈ મુશ્કેલી આવવાની શક્યતા નહીવત છે.
