એરસ્ટ્રાઈક માં હમાસના ટોચના નેતાના ચારમાંથી ત્રણ પુત્રો એકસાથે માર્યા ગયા
ગાઝા પટ્ટી પર ઇઝરાયલે નવેસરથી હવાઈ હુમલા શરૂ કર્યા છે.ગુરુવારે તેણે કરેલી એર સ્ટ્રાઈકમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હેનિયેહના ત્રણ પુત્રો એક સાથે માર્યા ગયા હતા. આ ત્રણે સેન્ટ્રલ ગાઝમાં આતંકવાદી હુમલા કરવાની તૈયારી કરતા હતા ત્યારે જ એરફોર્સે પતાવી દીધા હોવાનું ઇઝરાયેલની સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું.
ઈસ્માઈલ હેનીયેહ કતારમાં રાજ્યાશ્રય મેળવી ત્યાંથી જ ઇઝરાયેલ સામેની લડાઈ તથા આતંકવાદી પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. તેમણે કહ્યું કે જેરૂસલામ અને અલ અક્સ મસ્જિદ ને મુક્ત કરાવવાના જંગમાં મારા ચારમાંથી ત્રણ પુત્રો શહીદ થયા છે. તેમણે ઉમેર્યું કે અમે અમારી સ્વતંત્રતા માટે લડતા રહેશું. મારા પુત્રોને મારી નાખવાથી હું મારી માગણી પડતી મુકીશ એવું ઇઝરાયેલ માનતું હોય તો એ મોટામાં મોટો ભ્રમ છે એવું તેમણે વિશેષમાં જણાવ્યું હતું.