થોમસ મેથ્યુએ એકલા હાથે ઘટનાને અંજામ આપ્યો હતો
ષડયંત્ર ન હોવાનું એફબીઆઈનું તારણ
ઘરેલું આતંકવાદની ઘટના ગણી તપાસ ચાલુ
ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાના પ્રયાસ પાછળ કોઈ મોટું ષડયંત્ર અથવા તો કોઈ મોટી અજાણી તાકાત તો જવાબદાર નહોતી ને? તેવી ચર્ચા વચ્ચે એફબીઆઈ આ ઘટનાને ઘરેલું આતંકવાદનો કેસ માની અને તપાસ કરી રહી છે. સિક્રેટ સર્વિસના સ્નાઇપર્સ દ્વારા થાર મરાયેલા 20 વર્ષના યુવાન થોમસ મેથ્યુ કૃકસે એકલા હાથે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું એફબીબીઆઇની પ્રાથમિક તપાસમાં તારણ નીકળ્યું છે.
એફબીઆઇના જણાવ્યા મુજબ હુમલાખોરે AR-શૈલીની 556 રાઇફલમાંથી ગોળીબાર કર્યો હતો. એ રાઇફલ કાયદેસર રીતે ખરીદવામાં આવી હતી.જો કે FBI માને છે કે હુબલામાં વપરાયેલી રાઇફલ થોમસના પિતા દ્વારા ખરીદવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે થોમસના વાહનમાંથી એક “શંકાસ્પદ ઉપકરણ” પણ મળી આવ્યું હતું, જેનું બોમ્બ ટેકનિશિયન દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સલામત રીતે નિષ્ક્રિય કરી દેવાયું હતું.