Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ 2026 પૂરો થતાં જ સૂર્યા સહિત આ 5 ખેલાડીઓ થઈ શકે નિવૃત્ત: વધતી ઉંમર, ખરાબ ફોર્મ સહિતના કારણો જવાબદાર

Mon, February 23 2026

ટી-20 વર્લ્ડકપ-2026માં સુપર-8 રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. 8 ટીમ વચ્ચે ચેમ્પિયન બનવા માટે 8 માર્ચ સુધી જંગ ચાલશે. આ વર્ષે વર્લ્ડકપ બાદ અમુક ખેલાડી એવા પણ છે જે ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી શકે છે. આ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ સહિતના સ્ટાર પ્લેયર્સ સામેલ છે.

સૂર્યકુમાર યાદવ (ભારત)

ભારતીય ટી-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવની નિવૃત્તિ દરેક માટે ચોંકાવનારી બની શકે છે. 35 વર્ષીય સૂર્યા ટીમની કમાન સંભાળી રહ્યો છે, પરંતુ વધી રહેલી ઉંમર અને ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખી તે વર્લ્ડકપ બાદ ટી-20 ફોર્મેટમાંથી હટી શકે છે જેથી યુવા ખેલાડીઓને તક મળી શકે. જો કે તેનું ફોર્મ ભારત માટે હંમેશા મહત્ત્વનું રહ્યું છે, આમ છતાં 2026નો વર્લ્ડકપ તેના આંતરરાષ્ટ્રીય કરિયરનો અંતિમ તબક્કો બની શકે છે.

ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા)

ઓસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે અને હવે માત્ર ટી-20 ઇન્ટરનેશનલ જ રમે છે. મેક્સવેલ હવે 37 વર્ષનો છે. પૂર્વ દિગ્ગજ રિકી પોન્ટિંગે પણ સંકેત આપ્યો છે કે આ વર્લ્ડકપ મેક્સવેલની અંતિમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ હોઈ શકે છે. વર્લ્ડકપમાં તેનું ખરાબ ફોર્મ પણ તેની નિવૃત્તિ માટે નિમિત્ત બની શકે છે. વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થયું હતું.

આ પણ વાંચો:જીવના જોખમે સ્મગલિંગ: અમદાવાદ એરપોર્ટ પર અબુ ધાબીથી પેટમાં સોનું છુપાવી લાવનાર યુવક ઝડપાયો, એક્સ-રે બાદ 89 લાખનું સોનું કઢાયું

ડેવિડ મીલર (દક્ષિણ આફ્રિકા)

આફ્રિકાનો દિગ્ગજ મીડલ ઑર્ડર બેટર ડેવિડ મીલર લાંબા સમયથી ટીમ માટે ફિનિશરની ભૂમિકા ભજવી રહ્યો છે. 2010થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહેલા મિલરે 2024 વર્લ્ડકપના ફાઈનલમાં હાર બાદ 2026ને પોતાનું અંતિમ લક્ષ્ય બનાવ્યું હતું. હવે જ્યારે ટૂર્નામેન્ટ પોતાના નિર્ણાયક તબક્કામાં છે ત્યારે મિલર આફ્રિકાની જર્સીમાં પોતાની અમુક જ મેચ રમતો જોવા મળશે. મિલરની નિવૃત્તિ ટીમ માટે મોટી ખોટ સાબિત થઈ શકે છે.

મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન)

અફઘાનિસ્તાન ક્રિકેટનો સૌથી સીનિયર ખેલાડી મોહમ્મદ નબી 41 વર્ષની ઉંમરે આ વર્લ્ડકપના સૌથી વયોવૃદ્ધ ખેલાડીઓ પૈકીનો એક છે. નબી વન-ડે ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો છે. અફઘાનિસ્તાન સુપર-8ની રેસમાંથી બહાર થયા બાદ નબી વર્લ્ડકપ પૂર્ણ થયા પછી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી શકે છે. ઉભરી રહેલી અફઘાન ટીમની ભવિષ્યની યોજનાઓમાં પણ નબી હવે ફિટ બેસી રહ્યો નથી.

આદિલ રાશિદ (ઇંગ્લેન્ડ)

ઇંગ્લેન્ડનો દિગ્ગજ લેગ સ્પિનર આદિલ રાશિદ પણ કરિયરના અંતિમ મુકામ પર છે. 37 વર્ષીય રાશિદ ઇંગ્લેન્ડની 2019 અને 2022ની વર્લ્ડકપ જીતનો મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. ટી-20 ફોર્મેટમાં તેની સચોટ બોલિંગ અને વિકેટ લેવાની ક્ષમતા અદ્ભુત રહી છે, પરંતુ આ ટૂર્નામેન્ટ બાદ તે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. ઇંગ્લેન્ડના અનેક ખેલાડીઓ નિવૃત્ત થયા છે ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થવાની શક્યતા છે.

Share Article

Other Articles

Previous

ભારતીય વાયુસેનાનું કોઈ તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું નથી!  HALએ તમામ અહેવાલોને નકાર્યા, જાણો શું છે સમગ્ર મામલો

Next

જીવના જોખમે સ્મગલિંગ: અમદાવાદ એરપોર્ટ પર અબુ ધાબીથી પેટમાં સોનું છુપાવી લાવનાર યુવક ઝડપાયો, એક્સ-રે બાદ 89 લાખનું સોનું કઢાયું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
હ્રદયરોગના બનાવોમાં ચિંતાજનક વધારો: સૌરાષ્ટ્ર હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યુ, દવાઓના વેચાણમાં તોતિંગ ઉછાળો
4 મિનિટutes પહેલા
દિલ્હીમાં હડકંપ: લાલ કિલ્લો-વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ, ખાલિસ્તાન જુથના નામે મળ્યો ઈમેલ
19 મિનિટutes પહેલા
‘The wedding of Virosh’: રોયલ વેડિંગ માટે ઉદયપુર પહોંચ્યા રશ્મિકા મંદાના-વિજય દેવેરકોંડા, એરપોર્ટ પર કપલ થયું સ્પોટ
38 મિનિટutes પહેલા
ભારતીય વાયુસેનાનું કોઈ તેજસ ફાઇટર જેટ ક્રેશ થયું નથી!  HALએ તમામ અહેવાલોને નકાર્યા, જાણો શું છે સમગ્ર મામલો
57 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2918 Posts

Related Posts

વબગડ ચોકડી: લોકોના મોત થશે પછી જ ખાડા બૂરાશે !!
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટ : વેબ ડિઝાઈનરના બંધ ફ્લેટમાં તસ્કરે કર્યો હાથફેરો, તીજોરીની ચાવી શોધી સોના-ચાંદીના દાગીના ચોર્યા
ક્રાઇમ
11 મહિના પહેલા
અમેરિકી સેનેટર કોરી બુકરે સેનેટના ઇતિહાસનું સૌથી લાંબુ 24 કલાકનું ભાષણ આપ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પની આકરી આલોચના કરી
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
દિલ્હીમાં બે મેટ્રો સ્ટેશન ઉપર ખાલીસ્તાન ઝિંદાબાદના સૂત્રો લખાતા ચકચાર, પોલીસ દોડતી થઈ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર