તામિલનાડું સરકારે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના પ્રસારણ પર પ્રતિબંધ લગાવ્યોઃ નિર્મલા સીતારમણનો આરોપ
સોમવારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવવાનો છે, દેશભરમાં ભક્તિનો માહોલ છે, દેશવાસીઓની સાથે સાથે વિદેશમાં પણ રામના નામની ધૂમ મચી છે, ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટો આરોપ લગાવ્યો છે કે, તામિલનાડુ સરકારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસારણ પર રાજ્યમાં પ્રતિબંધ લગાવ્યો છે, એટલું જ નહીં તામિલનાડુંના મંદિરોમાં પણ આવા કાર્યક્રમોને અટકાવ્યા છે.
અયોધ્યામાં 500 વર્ષ બાદ ભગવાન રામ પોતાના નિજધામ પહોંચી રહ્યાં છે, દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે, ત્યારે તામિલનાડું સરકાર પર કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે મોટો આરોપ લગાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. નિર્મલા સીતારમણના આરોપો બાદ રાજકીય માહોલ ગરમાયો છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આરોપ લગાવ્યો છે કે, દેશભરમાં રામ મંદિરને લઇને ઉત્સુકતા છે ત્યારે દક્ષિણ ભારતના રાજ્ય તામિલનાડુંમાં પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસારણ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નિર્મલા સીતારમણે તામિલનાડુંના મંદિરોમાં પણ કાર્યક્રમોને અટકાવ્યા હોવાના પણ આરોપો લગાવ્યા છે. તેમને હિન્દુ વિરોધી, દ્વેષપૂર્ણ કૃત્યની સખ્ત નિંદા કરી છે. નિર્મલા સીતારમણે જણાવ્યુ કે, તામિલનાડુંમાં શ્રીરામના 200થી વધુ મંદિરો આવેલા છે.