યુએઇ, દક્ષિણ કોરિયાના પ્રમુખો સાથે દ્વિપક્ષીય ચર્ચા
જી -20 સમિટના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીએ અનેક દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરીને ભારત સાથે અનેક ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી.
વડાપ્રધાને જાપાન, બ્રિટન,જર્મની અને ઇટલીના વડાઓ સાથે બેઠકો કરી હતી અને એમનો આભાર પણ માન્યો હતો.
સમિટના અંતિમ દિવસે વડાપ્રધાન યુએઇ, દક્ષિણ કોરિયા, તૂર્કી, બ્રાઝિલ અને નાઈજીરિયાના વડાઓ સાથે ચર્ચા કરશે અને સંયુક્ત વિકાસ પર બહાર મૂકશે.
