સાસરિયા પક્ષે હેવાનિયતની હદ વટાવી !! પરિણીતાના ગુપ્ત ભાગમાં ધગધગતા સળિયાના ડામ આપી મરચાની ભૂકી ભભરાવી
મધ્યપ્રદેશના રાજગઢ નગરમાં એક પરિણીતા ઉપર તેના પતિ, નણંદ સાસુ અને સસરાએ અમાનુષી અત્યાચાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.મહિલાને સતત બે દિવસ સુધી ઢોર મારવામાં આવ્યો હતો. તેના ગુપ્ત ભાગમાં સળિયા વડે ડામ આપીને તેમજ મરચાની ભૂકી ભભરવ્યા બાદ તેને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.
મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર રોહિત રુરેલા નામનો એક શખ્સ તેના ઘરે આવ્યો હતો અને સ્ટીમ મશીનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. મહિલા તેને ઘરની બહાર ઉભા રહેવાનું જણાવી અંદર ગઈ એ દરમિયાન એ શખ્સે દરવાજો બંધ કરી અને અડપલાં શરૂ કર્યા હતા.

એ જ સમયે એ મહિલાની નણંદ ઘરમાં પ્રવેશી હતી. તેણે તરત જ મહિલાના સાસુ સસરાને બોલાવ્યા હતા. બાદમાં તેના પતિ, નણંદ, સાસુ અને સસરાએ શિયાળાની ઠંડી રાત્રિમાં તેને નગ્ન કરી ઢોર માર મારતા તે બેભાન બની ગઈ હતી.
બીજા દિવસે ફરીથી નગ્ન હાલતમાં જ તેના ઉપર અત્યાચાર શરૂ થયો હતો. મહિલાની સાસુએ ધગધતા સળિયા વડે ગુપ્ત ભાગ સાથળ તેમજ શરીરના અન્ય ભાગ ઉપર ગામ આપ્યા હતા. સસરાએ ગુપ્ત ભાગમાં મરચાની ભૂકી ભભરાવી હતી. બે કલાક સુધી માર માર્યા બાદ પતિ અને સસરો તેને બાઈક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન પાસે ફેંકી ગયા હતા.