વ્યાજ દરમાં ઘટાડો અને ઇન્કમટેક્સ માં 12 લાખ સુધીની છૂટ છતાં શેર બજાર સતત તૂટી રહ્યું છે
છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનથી શેર બજારમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શેર બજાર સારા કારણોને પણ અવગણીને તુટતુ જાય છે. કારણ કે,પહેલેથી જ શેર બજાર ઓવર હીટેડ હતું,ઘણું વધેલું હતું.ત્યાર પછી એફ.આઈ.આઈ ની વેચવાલી આવતા બજાર તૂટ્યું.રૂપિયાના અવમૂલ્યન ની પણ બજાર પર નેગેટીવ અસર પડી. અધુરૂં માં પૂરું એમ કહીએ તો ચાલે કે કંપનીઓના પરિણામો પણ નબળા શરૂ થયા છે.

આ બધાના વચ્ચે સારા કારણો પણ આવ્યા પરંતુ મંદી વાળાઓ બજાર પર હાવી છે અને બજારને સુધારવા દેતા નથી. થોડુંક બજાર ચાલે અને શેરોના ભાવ વધે એટલે મંદીવાળા વેચવા આવી જાય છે. મુખ્ય કારણ ઘટવાનું એ પણ છે કે શોર્ટ ટર્મ-લોંગ ટર્મ ટેક્સમાં જે રીતે વધારો કરવામાં આવ્યો છે તે પણ બજાર માટે ઘાતક સાબિત થયો છે.
મોંઘવારી પણ એક નકારાત્મક કારણ છે કંપનીઓના નફા શક્તિ માં પણ ઘટાડો મોંઘવારી,પેટ્રોલ અને ડીઝલના ભાવો ન ઘટવાના કારણે છે. એફ.આઈ.આઈ શેરો વેચી અન્ય દેશોમાં રોકાણ કરી રહી છે. જેને રોકવાના પ્રયાસો પણ નથી થતા.જેને લઈને બજારમાં સતત વેચવાલી જોવા મળી રહી છે.હાલમાં તો ભારતીય શેરબજારમાં ફક્ત સ્થાનિક નાણાકીય સંસ્થાઓ જ લેવાલી કરે છે.રિટેલ રોકાણકાર એટલે કે નાના રોકાણકારો નો વર્ગ કોઈકને કોઈક ચીજમાં એટલે કે કોઈકને કોઈક કંપનીના શેરો ખરીદી ભરાય પડેલો જોવા મળે છે.
આવી પરિસ્થિતિમાં જો સ્થાનિક નાણાકીય સંસ્થાઓની ખરીદી અટકશે તો બજારની હાલત વધારે ખરાબ થશે.જો મ્યુચ્યુઅલ ફંડના રીડપ્મશન શરૂ થશે કે પછી એસ.આઈ.પી સ્ટોપ કરવામાં આવશે તો પણ પરિસ્થિતિ બગડશે.નાના રોકાણકારોમાં ડરનો માહોલ છે એટલે આવનારા દિવસોમાં એસ.આઈ.પી સ્ટોપ થવાના કિસ્સા વધશે.આવી પરિસ્થિતિમાં સ્થાનિક નાણાકીય સંસ્થાઓ મ્યુચ્યુઅલ ફંડો ની લેવાલી અટકતા બજાર વધુ તૂટશે.
શેરબજારના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી ના જણાવ્યાનુસાર શેર બજારમાં હાલમાં માહોલ ખરાબ છે. નવી લેવાલી અટકી ગઈ છે. એફ.આઈ.આઈ ની સતત વેચવાલી છે.પ્રાઇમરી માર્કેટની હાલત વધારે કફોડી છે. મેઇન બોર્ડ આઈ.પી.ઓ અને એસ.એમ.ઇ આઇ.પી.ઓ ના લિસ્ટિંગ નબળા થઈ રહ્યા છે.આઇ.પી.ઓ ના ભરણા અનેક ગણા થાય છે પરંતુ લિસ્ટિંગ ડિસ્કાઉન્ટ માં થતા જોવા મળી રહ્યા છે.શેર બજાર સારા કારણોને પણ અવગણી રહ્યું છે. બજારનું સેન્ટીમેન્ટ ખરડાયેલું છે. રોકાણકારો માં ડરનો માહોલ છે. આવનારા દિવસોમાં એફ.આઇ.આઇ ની વેચવાલી અટકે, રૂપિયાનું અમૂલ્યન ન થાય અને કંપનીઓના પરિણામો સુધરશે. ત્યાર પછી શેરબજારમાં સુધારો જોવા મળશે.
માર્કેટમાં જોવા જઈએ તો ઊંચા પ્રીમિયમ થી પ્રમોટરો આઇ.પી.ઓ લાવી રહ્યા હતા એટલે તે પ્રાઇમરી માર્કેટની તેજીનો પરપોટો ફૂટી ગયો છે.આઇ.પી.ઓ વ્યાજબી પ્રીમિયમ થી જો આવશે તો જ ચાલશે. અન્યથા હવે સબસ્ક્રીપ્સન પણ મળવા મુશ્કેલ છે. આઇ.પી.ઓ પૂરા ભરાવવા પણ મુશ્કેલ થતું જાય છે.છેલ્લા અમુક આઈ.પી.ઓ માં તો રિટેલ ભરણા ખૂબ જ ઓછા થયા છે અને રિટેલ તેમજ એચ.એન.આઇ ક્વોટા ખાલી ગયો છે.પ્રમોટરો એ ક્યુ.આઈ.બી ક્વોટા ભરાવડાવી આઇ.પી.ઓ પાસ કર્યા છે,જે ખૂબ જ ખરાબ હાલત ની નિશાની છે.નજીકના દિવસોમાં પ્રમોટરો આઇ.પી.ઓ લાવતા પણ ડરશે અને જો વ્યાજબી ભાવથી આઇ.પી.ઓ લાવશે તો જ સક્સેસ જશે અને તો જ પ્રાઇમરી માર્કેટ ચાલશે.આશરે 125 જેટલા આઇ.પી.ઓ પાઈપ લાઇન માં છે જેની કુલ વેલ્યુએશન આશરે 50 હજાર કરોડ થી વધારે છે.