ગૃહમંત્રાલયે આપ્યો સંકેત, દેશમાં અપરાધખોરી વધી રહી છે, કડક કાયદો બનશે
દેશમાં લગ્નેત્તર સંબંધો વધી રહ્યા છે અને તેને પગલે અપરાધ પણ વધે છે ત્યારે વ્યભિચાર સંબંધિત કાયદો, જેને પાંચ વર્ષ પહેલા નાબૂદ કરવામાં આવ્યો હતો, તે ફરીથી આવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિ ઇન્ડિયન જ્યુડીશીયલ કોડમાં વ્યભિચાર એટલે કે લગ્નેત્તર સંબંધને ફરીથી અપરાધિક બનાવવાની ભલામણ કરી શકે છે. આ અંગે વિચારણા કરવામાં આવી રહી છે. ગૃહમંત્રાલય પણ આ બાબતે મક્કમ દેખાય છે.
સંસદીય સમિતિ ઇન્ડિયન જ્યુડીશીયલ કોડમાં રદ્દ કરાયેલા બે કાયદાઓને ફરીથી ઉમેરવાનું સૂચન કરી શકે છે. પહેલો કાયદો વ્યભિચાર સાથે સંબંધિત છે, જ્યારે બીજો સમલૈંગિકતામાં અસહમતીથી બનેલા યૌન સંબંધો સાથે સંબંધિત છે.
IPCની કલમ 497 ના વ્યભિચાર એટલે કે લગ્નેતર સંબંધને અપરાધ માનવામાં આવતો. હવે ફરી આ જ વ્યવસ્થા થઈ શકે છે.
