કઈ જેલના વડાને મળી ધમકી ? વાંચો
કોના મોત બાદ ઘટના બની ?
યુપીના ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના મોત બાદ જેલના સત્તાવાળાઓ પર આરોપ મૂકવામાં આવ્યા બાદ બાંદા જિલ્લા જેલના વડાને ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. અજાણ્યા શખસ દ્વારા ફોન પર ધમકી અપાઈ હતી.
અજાણ્યા નંબર પરથી આ પ્રકારની ધમકી મળ્યા બાદ જેલની અને જેલના વડાની સુરક્ષા વધારી દેવાઈ હતી. પોલીસે આ બારામાં તપાસ શરૂ કરી છે. ધમકી આપતા કોલનું લોકેશન શોધવાની જવાબદારી એસટીએફને આપવામાં આવી હતી.
અન્સારીના મોતના 5 કલાક બાદ જ જેલના વડાને ફોન પર ધમકી મળી હતી તેમ ફરિયાદમાં જણાવાયું છે. અન્સારીનું મોત હાર્ટ એટેકથી થયું હતું તેવો રિપોર્ટ પણ આવી ગયો હતો.
