જે પીચ પર ભારત-પાક. મુકાબલો થયો ત્યાં જ રમાશે ‘ફાઈનલ’
આજે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ મુકાબલો ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈમાં રમાશે. અહેવાલો પ્રમાણે ચેમ્પિયન્સ ટ્રોફીનો ફાઈનલ એ જ પીચ પર રમાશે જેના પર ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી. આ પીચ ધીમી અને સુસ્ત રહેવાની શક્યતા છે જેના કારણે સ્પીનરોને ભરપૂર મદદ મળશે. ભારતના સ્પીનરોએ પાકિસ્તાન વિરુદ્ધ આગઝરતી બોલિંગ ફેંકી હતી. આ મેચમાં કુલદીપ, અક્ષર અને રવિન્દ્રએ કુલ પાંચ વિકેટ મેળવી હતી. બાદમાં કોહલીની સદીની મદદથી ભારતે મેચ છ વિકેટે જીતી લીધી હતી. મિસ્ટ્રી સ્પીનર વરુણ ચક્રવર્તી આ મેચમાં ન્હોતો રમ્યો પરંતુ આજે તેનું રમવું નિશ્ચિત છે.