કોંગી નેતા ખેડાની મુશ્કેલી વધી
સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા પવન ખેડાને ઝટકો દીધો હતો. એમની વિરુધ્ધ દાખલ થયેલ અપરાધિક કેસ રદ કરવાનો અદાલતે ઇનકાર કર્યો હતો. વડાપ્રધાન મોદી વિષે વાંધાજનક કોમેન્ટ કરવાના આ કેસમાં ખેડાની મુશ્કેલી વધી શકે છે.
પાછલા વર્ષે મુંબઇમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખેદાર વડાપ્રધાન વિષે આપત્તિજનક વિધાનો કર્યા હતા તેવો આરોપ છે. અલ્લાહબાદ હાઈકોર્ટના ફેસલાને ખેડાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ખેડાની આપીલ પરની સુનવણીમાં અદાલતે કહ્યું હતું કે વારંવાર માફી માંગીને તેઓ બચી શકે નહીં. આ કેસમાં ખેડાને વચગાળાના જામીન મળ્યા હતા .
બેન્ચે એમ ઠરાવ્યું હતું કે અમે હાઈકોર્ટના ફેસલામાં દરમિયાનગીરી કરવા માંગતા નથી
