20તારીખ સુધી જેલમાં જ રહેવું પડશે
ન્યુઝ ક્લિક ના સ્થાપક પરબીર પુરકાયસ્થ અને એચ. આર. હેડ અમિત ચક્રવર્તીએ તેમની ધરપકડ ગેરકાયદે હોવાનું જણાવતી કરેલી અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી હતી.
દિલ્હી પોલીસે યુએપીએ અંતર્ગત ગુનો નોંધીનેકરેલી ધરપકડ અને ટ્રાયલ કોર્ટે આપેલ રિમાન્ડ નો આદેશ ગેરકાયદે હોવાની આરોપીઓએ અરજી કરી હતી.ધરપકડ સમયે પોલીસે ધરપકડના કારણો જણાવ્યા ન હોવાની તેમ જ ટ્રાયલ કોર્ટે આરોપીઓના વકીલની ગેરહાજરીમાં રિમાન્ડ નો આદેશ આપ્યો હોવાની બન્ને આરોપીઓએ દલીલ કરી હતી.
જો કે જસ્ટિસ તુષાર રાવ ની બેન્ચએ આ અરજી ટકી શકે તેમ ન હોવાનું જણાવીને ફગાવી દીધી હતી. ન્યુઝ ક્લિક સામે ચીન પાસેથી ભંડોળ મેળવીને ભારત વિરુદ્ધ કામ કરવાનો આરોપ છે.3જી ઓકટોબરે પોલીસે ન્યુઝ કલીકના સ્થાપકો ઉપરાંત તેની સાથે સંકળાયેલા પત્રકારોના 30 સ્થાનો પર દરોડા પાડયા બાદ આ બંનેની ધરપકડ કરી હતી.દિલ્હી હાઈકોર્ટે બન્ને ની આગોતરા જામીન અરજી ફગાવી દીધા બાદ પોલીસે ધરપકડ કરી હતી અને ટ્રાયલ કોર્ટે બન્ને ને 20મી ઓક્ટોબર સુધી જેલમાં મોકલી આપ્યા હતા.