Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

દેશને તેની પ્રથમ ઝડપી ટ્રેન ‘નમો ભારત’ મળી

Fri, October 20 2023

દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ વચ્ચે આજથી દોડનારી ટ્રેનને વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી દેખાડી, કૉંગ્રેસનો વિરોધ

શુક્રવારે ગાઝિયાબાદ રેલ્વે સ્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ ઝડપી ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. રેપિડ ટ્રેનનું નામ ‘નમો ભારત’ રાખવામાં આવ્યું છે. ગુરુવારે જ દેશની પ્રથમ મિની બુલેટ ટ્રેન દિલ્હી-મેરઠ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) નામ આપવામાં આવ્યું હતું. હવે તે ‘નમો ભારત’ તરીકે ઓળખાશે. આજથી એટલે કે 21 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી લોકો આ ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

આજે સવારે વડાપ્રધાન રેપિડએક્સ સ્ટેશન પહોંચ્યા હતા અને દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ રેપિડએક્સ મોડલ, રેપિડએક્સ એપ, મલ્ટીકાર્ડ લોન્ચ કર્યા હતા. તેમણે UPI દ્વારા ટિકિટ ખરીદી, પ્લેટફોર્મ પર ગયા અને RapidX ફ્લેગ ઓફ કર્યું હતું. વડાપ્રધાન રેપિડએક્સ ટ્રેનમાં દુહાઈ સુધી મુસાફરી કરશે. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના પ્રથમ તબક્કાનું ઉત્તર પ્રદેશના સાહિબાબાદ રેપિડએક્સ સ્ટેશન ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જ રેપિડએક્સ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી સાહિબાબાદ સ્ટેશનથી દુહાઈ સુધી રેપિડ રેલ દ્વારા આવવાના હોવાથી. આ સમયગાળા દરમિયાન રૂટ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ડ્રોનથી સ્થળ પર નજર રાખવામાં આવી રહી છે. રેપિડએક્સના 17 કિલોમીટરના રૂટ પર અને શહેરભરના રસ્તાઓ પર પોલીસ, સેનાના જવાનો, NSG કમાન્ડો અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. લગભગ 5 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

નમો ભારત ટ્રેન હજી શરૂ થઇ નથી અને તેની સામે વિવાદ શરૂ થઇ ગયો છે. કૉંગ્રેસને લાગે છે કે પીએમ મોદીના નામ પરથી આ ટ્રેનનું નામ રાખવામાં આવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS)ને નમો ભારત નામ આપવા બદલ પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ X પર એક પોસ્ટમાં લખ્યું – તેમના (પીએમ મોદી)ના નર્સિસિઝમની કોઈ સીમા નથી. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે X પર એક પોસ્ટમાં લખ્યું, નમો સ્ટેડિયમ પછી હવે નમો ટ્રેન. તેમના નર્સિસિઝમની કોઈ સીમા નથી.

કોંગ્રેસના નેતા પવન ખેડાએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારત નામ શા માટે રાખવું જોઈએ? બસ, દેશનું નામ બદલીને નમો કરો અને કામ પૂરું થઈ જશે.

અહીં લોકોને સંબોધિત કરતા પીએમે કહ્યું કે,’ મેં મારું બાળપણ રેલવે પ્લેટફોર્મ પર વિતાવ્યું છે.”

પીએમ મોદીએ કહ્યું કે, નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. તેમાં શુભ કાર્યની પરંપરા છે. હું દિલ્હી-NCR અને સમગ્ર પશ્ચિમ યુપીને અભિનંદન આપું છું. આ RRTS કોરિડોર ભારતના નવા સંકલ્પને પરિપૂર્ણ કરે છે. રાજ્યના વિકાસને કારણે ભારતનો વિકાસ શક્ય બન્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. આજે ભારતની પ્રથમ ઝડપી રેલ સેવા – નમો ભારત ટ્રેન – શરૂ થઈ છે. તે દેશને સમર્પિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે નમો ભારત ટ્રેનમાં આધુનિકતા અને ઝડપ બંને છે. આ નમો ભારત ટ્રેન નવા ભારતની નવી યાત્રા અને નવા સંકલ્પોને વ્યાખ્યાયિત કરી રહી છે. તેમણે બેંગલુરુમાં 2 મેટ્રો લાઇન સમર્પિત કરવાની પણ માહિતી આપી.

Share Article

Other Articles

Previous

કેનેડા V/S ભારત રાજદ્વારિ ઘર્ષણ પરાકાષ્ઠાએ

Next

કચરા વચ્ચે રહેતું રાજકોટ !!

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો : આતંકી ઉંમરે ખરીદેલી બીજી લાલ રંગની ગુમ થયેલી કાર ફરીદાબાદમાંથી પોલીસે જપ્ત કરી
13 કલાક પહેલા
Red Fort Blast Case: દિલ્હી વિસ્ફોટના 11 દિવસ પહેલા કાર ખરીદી ડૉ. ઉમર રજા ઉપર ઉતરી ગયો, તપાસમાં થયા મોટા ખુલાસા  
13 કલાક પહેલા
કચ્છમાં બનશે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ : અદાણી ગ્રુપનું સાહસ,પ્રોજેક્ટ માર્ચ 2026 સુધીમાં થશે કાર્યરત
14 કલાક પહેલા
ફૂડ લવર્સ ચેતજો! રાજકોટમાં શુદ્ધ ઘી, જાંબુ, પનીર અને મોદક ખાવાલાયક નહીં,શિખંડ-માવા સહિતની આઇટમો હલકી ગુણવત્તાવાળી
14 કલાક પહેલા
Categories

નેશનલ

2645 Posts

Related Posts

સ્ટિંગ ઓપરેશન કરવા બદલ મીડિયા સામે કેસ ચલાવી શકાય નહીં, કેરળ હાઇકોર્ટનો મહત્વનો ફેસલો
Breaking
1 વર્ષ પહેલા
સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે એકનાથ શિંદેએ કહ્યું- અમે કોઈ પણ બાંગ્લાદેશીને છોડીશું નહીં
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ સંસદમાં હોબાળો : કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
‘બિગ બોસ’ OTT 3’ને હોસ્ટ કરશે આ સ્ટાર અભિનેતા, આ તારીખે થશે શોનું પ્રીમિયર
Entertainment
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર