રાહુલ ગાંધીએ દિલ્હીમાં મજૂરોની મુલાકાત કરી
જીટીબીનગરમાં પોતે પણ મજૂરો સાથે પાવડો, કોદાળી લઈ કામ કર્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હીના જીટીબી નગર પહોંચ્યા હતા. તે ત્યાં રોજમદાર મજૂરો અને કામદારોને મળ્યા હતા. . તેમની સમસ્યાઓ વિશે પૂછ્યું. તેઓ શું કામ કરે છે તે જાન્યુ હતું. . તમને સામગ્રી ક્યાંથી મળે છે? તેવા સવાલો કર્યા હતા. આ પછી તે કિંગ્સવે કેમ્પ ગયા હતા. જ્યાં કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. તેમના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. અહીં એમણે મજૂરો સાથે કામ પણ કર્યું હતું.
આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં રાહુલ ગાંધી કર્મચારીઓ અને મજૂરોની વચ્ચે બેઠેલા જોવા મળી રહ્યા છે. તેમણે કિંગ્સવે કેમ્પના લેબર ચોકમાં લાંબો સમય કામદારો સાથે ચર્ચા કરી હતી. વીડિયોમાં રાહુલ ગાંધીની આસપાસ ઘણા લોકો એકઠા થયેલા જોવા મળે છે. રાહુલ ગાંધી કાર્યકરોની વચ્ચે બેસીને સવાલ-જવાબ પૂછતા જોવા મળે છે.
કોંગ્રેસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની તસવીરો શેર કરી હતી અને લખ્યું, વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીના જીટીબી નગરમાં કાર્યકરોને મળ્યા અને તેમની સમસ્યાઓ સાંભળી. કહ્યું કે આ મહેનતુ કામદારો ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. તેમનું જીવન સરળ બનાવવું અને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવું એ આપણી જવાબદારી છે.
આ પહેલા પણ રાહુલ ગાંધી ઘણી વખત મજૂરો અને ખેડૂતોની વચ્ચે જઈ ચુક્યા છે. એક વર્ષ પહેલા રાહુલ ગાંધી દિલ્હીના એક ગેરેજમાં પહોંચ્યા હતા. ત્યાં મિકેનિક સાથે કામ કર્યું. તે સમયે વાયરલ થયેલી તસવીરોમાં રાહુલ ગાંધી બાઇક રિપેર કરતા જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતાએ ત્યાં કર્મચારીઓ સાથે પણ વાત કરી હતી. એક ફોટોમાં તે ગેરેજ વર્કર પાસેથી મશીન વિશે માહિતી લેતા જોવા મળ્યા હતા.