એક આતંકીનું બળેલું શબ મળ્યું, ઊંચી પહાડીઑ પર સેનાનો રોકેટથી હુમલો
સતત છઠ્ઠા દિવસે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું . તેના માટે ઓપરેશન ગારોલ હાથ ધરાયું છે. જંગલ વિસ્તાર અને પહાડોમાં છુપાયેલા આતંકીઓ પર સેના દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.
ફરી એકવાર આતંકી પર ફાયરિંગ શરુ કરવામાં આવી હતી. સેનાને આજે એક આતંકવાદીનું બળેલું શબ પણ મળ્યું હતું. સેનાએ ડ્રોન અને રોકેટ લોન્ચરથી બોમ્બ વરસાવ્યા હતા.
જે રીતના કપડાની પેટર્ન છે એ પરથી માનવામાં આવી રહ્યું છે કે આ બળેલું શબ એ આતંકવાદીનું છે. સવારથી આ શબની જાણકારી માટે સેના દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી .
ડ્રોન દ્વારા આસપાસના જંગલ વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે રવિવારે સેના અને આતંકવાદી વચ્ચે થયેલા ઘર્ષણ બાદ અહીં કેટલા આતંકીઓની હાજરી છે. જોકે, સવારથી આતંકવાદી દ્વારા કોઈ ગોળીબાર કરવામાં આવ્યો નહતો .