Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી

Fri, March 6 2026

ઇરાન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતને ઊર્જા સપ્લાય મામલે મહત્વપૂર્ણ રાહત મળી છે. અમેરિકાના ટ્રેઝરી સચિવ સ્કોટ બેસેન્ટે શુક્રવારે જાહેરાત કરી કે ભારતીય રિફાઈનરીઓને રશિયન કાચા તેલની ખરીદી માટે 30 દિવસની તાત્કાલિક છૂટ આપવામાં આવી છે.

અમેરિકાના ટ્રેઝરી વિભાગના ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ (OFAC) દ્વારા જારી કરાયેલા ખાસ લાયસન્સ મુજબ 5 માર્ચ 2026 સુધી જહાજોમાં લોડ થયેલા રશિયન મૂળના કાચા તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની ડિલિવરી અને વેચાણ ભારત માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ વ્યવહારો 3 એપ્રિલ 2026 સુધી માન્ય રહેશે.અમેરિકાએ જણાવ્યું કે મધ્ય પૂર્વમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે વૈશ્વિક ઊર્જા બજારોને સ્થિર રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો :અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર કંપની ઉપર EDના દરોડા: આઠ સ્થળો ઉપર 15 ટીમ દ્વારા તપાસ

ટ્રેઝરી સચિવ બેસેન્ટે સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારત અમેરિકા માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને વૈશ્વિક બજારમાં તેલનો પ્રવાહ ચાલુ રહે તે માટે આ તાત્કાલિક પગલું લેવામાં આવ્યું છે.જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે આ છૂટ માત્ર ટૂંકા ગાળાની છે અને સમુદ્રમાં અટવાયેલા તેલના સોદા માટે જ લાગુ પડશે, તેથી રશિયન સરકારને મોટા નાણાકીય લાભની શક્યતા નથી. સાથે સાથે અમેરિકાએ આશા વ્યક્ત કરી છે કે ભારત આગામી સમયમાં અમેરિકન તેલની ખરીદી પણ વધારશે.

તેલ પૂરવઠો ખોરવાયો તેમ છતાં ભારતમાં ભાવ નહી વધે

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે તેલ ઉત્પાદન પર ગંભીર અસર પડી છે. ખાસ કરીને ઇરાને હોર્મુઝ જળમાર્ગને અવરોધતા વૈશ્વિક તેલ સપ્લાય પર દબાણ વધ્યું છે. વિશ્વના લગભગ 20 ટકા તેલ પુરવઠા માટે મહત્વપૂર્ણ ગણાતો આ જળમાર્ગ હાલમાં સંઘર્ષના કેન્દ્રમાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં સાઉદી અરેબિયાના રાસ તનુરા રિફાઈનરી અને ઇરાકના રુમૈલા તેલક્ષેત્ર જેવા મોટા ઊર્જા કેન્દ્રો પર પણ હુમલાઓ થયા છે. આ કારણે વૈશ્વિક બજારમાં તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે અને બ્રેન્ટ ક્રૂડનો ભાવ શુક્રવારે પ્રતિ બેરલ 83.07 ડોલર સુધી પહોંચ્યો.વીતેમ છતાં ભારત સરકારના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધ્યા હોવા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાની હાલ કોઈ યોજના નથી.

ભારતની રશિયન તેલ ખરીદીમાં ઘટાડો અને વધારો

યુક્રેન પર આક્રમણ બાદ રશિયા પર દબાણ વધારવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા નવેમ્બરમાં લુકોઇલ અને રોસનેફ્ટ જેવી રશિયન તેલ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યા હતા. તેના પરિણામે ભારતની રશિયન કાચા તેલની આયાત જાન્યુઆરીમાં ઘટીને લગભગ 11 લાખ બેરલ પ્રતિ દિવસ રહી હતી, જે નવેમ્બર 2022 પછીનો સૌથી નીચો સ્તર હતો. તે સમયે ભારતની કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ 21.2 ટકા રહ્યો હતો. જોકે ફેબ્રુઆરીમાં ફરીથી રશિયન તેલની ખરીદીમાં વધારો થયો અને આ હિસ્સો લગભગ 30 ટકા સુધી પહોંચી ગયો હતો.

Share Article

Other Articles

Previous

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ

Next

અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ પાવર કંપની ઉપર EDના દરોડા: આઠ સ્થળો ઉપર 15 ટીમ દ્વારા તપાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
8 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
8 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
9 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
9 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

Itel કંપનીએ લોન્ચ કર્યો સૌથી સસ્તો ફ્લિપ ફોન !! એક વખત ચાર્જ કર્યા બાદ 7 દિવસ સુધી ચાલશે બેટરી, જાણો કિંમત અને ફીચર વિશે
ગેજેટ
1 વર્ષ પહેલા
આરોગ્ય શાખાનું સર્વર હાંફી ગયું: જન્મ-મરણનો દાખલો કઢાવનારા રઝળ્યા
રાજકોટ
1 વર્ષ પહેલા
બીજેડી તમામ સ્તરે ભાજપનો વિરોધ કરશે: નવીન પટનાયક
નેશનલ
2 વર્ષ પહેલા
બજેટ 2025 માં મોટી જાહેરાત : મોબાઇલ અને સ્માર્ટ ટીવી સસ્તા થશે, લિથિયમ બેટરીના ભાવમાં પણ થશે ઘટાડો
ગેજેટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર