કમાલ છે ટીમ ઇન્ડિયા: બધી જ મેચમાં ટોસ હાર્યા, પરંતુ મેચ એક પણ નહીં !! પાંચેય મેચમાં ટોસ હારનારો રોહિત શર્મા પ્રથમ કેપ્ટન બન્યો
2023માં T-20 વર્લ્ડકપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીઃ સળંગ બે ICC ખિતાબ પર રોહિતસેનાનો કબજો
ચેમ્પિયન્સ ટ્રોફીની પાંચેય મેચમાં ટોસ હારનારો રોહિત શર્મા પ્રથમ કેપ્ટન બન્યો
શ્રેયસ અય્યર બન્યો ટોપ સ્કોરરઃ પાંચ મેચમાં, બે ફિફટીની મદદથી બનાવ્યા 241 રન
રચિન રવિન્દ્ર બન્યો મેન ઑફ ધ ટૂર્નામેન્ટ
ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને રક્ષિત ફરી વધુ એક આયી કર્યો ૧૯૮૮ બાદથી આ ફાઈનલ પહેલાં સુધી ભારતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોઈ પ્રકારના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું ન્હોતું પરંતુ હવે ૩૭ વર્ષનો ઈન્તેજાર ખતમ થયો હતો. આ વખતની ટ્રોફીની ખાસિયત એ રહી કે રોહિત શર્મા તમામ મેચમાં ટોસ હાર્યો હતો પરંતુ ટીમ એક પણ મેચ હારી ન્હોતી ! ભારતીય ટીમે અજેય રહીને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ પોતાના નામે કરી હતી. આ પહેલાં ભારતે ૧૨ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૩માં ધોનીની આગેવાનીમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત હાંસલ કરી હતી. ભારત માટે આ પહેલાં ન્યુઝીલેન્ડ હંમેશા કપરો પડકાર સાબિત થયું હતું અને આઈસીસી ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડનો ભારત વિરુદ્ધ જીતનો રેકોર્ડ ૧૦-૭નો હતો.
રોહિત શર્મા સળંગ 12મો ટોસ હાર્યો, લારાની બરાબરી કરી
નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માનું ભાગ્ય ટોસ મામલે સતત ખરાબ ચાલી રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે પણ તે ટોસ હાર્યો હતો. આ સાથે જ રોહિતે સળંગ ૧૨મી વન-ડેમાં ટોસ ગુમાવ્યો હતો. તેનો નવેમ્બર-૨૦૨૩થી ટોસ હારવાનો સિલસિલો ચાલી રહ્યો છે. તેણે એક દુઃખદ રેકોર્ડની પણ બરાબરી કરી છે. રોહિત વન-ડેમાં સળંગ સૌથી વધુ ટોસ હારનારો સંયુક્ત કેપ્ટન બન્યો છે. તેના જેમ જ વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ પણ ૧૨ વન-ડે મેચમાં ટોસ ગુમાવ્યો હતો. તેણે ઑક્ટોબર-૧૯૯૯થી મે-૧૯૯૯ સુધી ટોસ ગુમાવ્યો હતો. જયારે નેધરલેન્ડના પૂર્વ કેપ્ટન પીટર બોરેને માર્ચ-૨૦૧૧થી લઈ ઓગસ્ટ-૨૦૧૩ સુધીમાં ૧૧ ટોસ ગુમાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે વન-ડેમાં સળંગ ૧૫મી વખત ટોસ ગુમાવ્યો છે.
6376 દિવસ, 209 મહિના, 911 સપ્તાહ બાદ રોહિત શર્માએ કરી કમાલ
રોહિત શર્મા ૨૦૦૭માં ૧૯ વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યુ કર્યું હતું. એ વર્ષે ભારતે ટી-૨૦ વર્લ્ડકપ જીત્યો હતો જેમાં રોહિત પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હતો. હવે ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫નો ફાઈનલ રોહિતના કરિયરની નવમી આઈસીસી ટૂર્નામેન્ટનો ફાઈનલ હતો. રોહિતે આઈસીસી ટૂર્નામેન્ટની ૧૦ ઈનિંગ રમી હતી જેમાં તેના બેટમાંથી એક પણ ફિફટી બની ન્હોતી. જો કે ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં તેણે ફિફટી બનાવીને ૬૩૭૬ દિવસ, ૨૦૯ મહિના, ૯૧૧ સપ્તાહ બાદ કમાલ કરી હતી.
ટીમ ઇન્ડિયાના ત્રણ ખેલાડીને પાણી પીવડાવાના મળ્યા કરોડો રૂપિયા!
ટીમમાં ત્રણ એવા ખેલાડી પણ છે જેને આખી ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમવા મળી નથી. ટીમે ફાઈનલ સુધીમાં માત્ર એક વખત પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કર્યો છે. પ્રથમ બે મેચ રમનારા હર્ષિત રાણાની જગ્યાએ વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન મળ્યું હતું. આ ઉપરાંત દસ ખેલાડી દરેક મેચ રમ્યા છે. આવામાં ટીમનો હિસ્સો ઋષભ પંત, અર્શદીપ સિંહ અને વોશિંગ્ટન સુંદરને આ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ રમવા મળી નથી પરંતુ આ ત્રણેય ખેલાડીઓની કમાણી ઉપર કોઈ અસર પડી ન્હોતી.
ભારત વતી 550 મેચ રમનારો વિરાટ કોહલી બીજો ખેલાડી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેના
ફાઈનલ મુકાબલામાં વિરાટ કોહલીએ એક મોટા રેકોર્ડને તોડયો હતો. કોહલીએ ભારત વતી ૫૫૦ ઈન્ટરનેશનલ મેચ પૂરી કરી હતી. આ રેકોર્ડ આમ તો સચિન તેંડુલકરના નામે છે જેણે ૬૬૪ મેચ રમી છે. આ પછી કોહલીનો નંબર આવે છે. કોહલીએ ભારત માટે વન-ડે, ટી-૨૦ અને ટેસ્ટની મળીને ૫૪૯ મેચ રમી છે જે દરમિયાન તેના નામે ૨૭ હજારથી વધુ રન છે.