રાહુલ વાયનાડ બેઠક છોડી કર્ણાટક અથવા તેલંગાણાથી ચુંટણી લડે તેવી ચર્ચા
સીપીઆઇએ વાયનાડ બેઠક પર એની રાજાને ઉમેદવાર જાહેર કર્યા: હવે રાહુલને અહીથી પણ ભાગવું પડશે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી લોકસભાની ચુંટણીમાં કેરળની વાયનાડ બેઠક છોડી શકે છે. આ વખતે તેઓ અહીથી ચુંટણી લડી શકશે નહિ તેવી વ્યાપક ચર્ચા સંભળાઈ રહી છે. વાયનાડ બેઠક પર સીપીઆઇ દ્વારા મહિલા નેતા એની રાજાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને તેને પગલે રાહુલનું ગણિત બગડી શકે છે.
હવે રાહુલ ગાંધી કર્ણાટક અથવા તેલંગાણાની કોઈ બેઠક પરથી અને ઉત્તરપ્રદેશની કોઈ એક બેઠક પરથી ચુંટણી લડી શકે છે તેવી સંભાવના પણ રાજકીય વર્તુળોમાં સંભળાઈ રહી છે. 2019ની ચુંટણીમાં રાહુલ વાયનાડ બેઠક પર 4 લાખથી પણ વધુ મતથી જીતી ગયા હતા. હવે આ બેઠક પર એમના માટે ચાન્સ રહ્યા નથી. માટે તેમણે કોઈ બીજો વિસ્તાર પકડવો પડશે.
અમેઠીમાં ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવી દીધા હતા ત્યારબાદ એમણે વાયનાડ બેઠક પસંદ કરી હતી. પણ હવે અહીથી પણ એમને ભાગવું પડશે અને કોઈ સલામત બેઠક પકડવી પડશે. કેરળ પર આ વખતે ભાજપ પણ વધુ જોર કરી રહ્યો છે અને વડાપ્રધાનની મુલાકાત પણ ગોઠવાઈ છે.
થોડા દિવસ પહેલા પણ એવી હકીકત બહાર આવી હતી કે, સીપીઆઇ વાયનાડ બેઠક પર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે અને રાહુલને આ બેઠક છોડવાની ફરજ પાડશે. આ હકીકત સાચી ઠરી છે અને સીપીઆઇએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી હતી.
