તબુ બનશે બોલિવૂડની સિક્વલ ક્વીન : આગામી સમયમાં 6 સિક્વલ ફિલ્મ સાથે અભિનેત્રી કરશે શાનદાર કમબેક
બોલિવૂડ અભિનેત્રી તબુ સિક્વલ ફિલ્મો સાથે ફરી મોટા પરદે કમબેક કરવા જઈ રહી છે. આગામી દિવસોમાં અભિનેત્રીની 6 ફિલ્મો રિલિઝ થશે. નિર્માતાઓએ સિક્વલ ફિલ્મની તૈયારી કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચાંદની બાર-2

ફિલ્મ નિર્માતા સંદીપ સિહે તાજેતરમાં પુષ્ટિ આપી છે કે તેઓ ‘ચાંદની બાર’ની સિકવલ ‘ચાંદની બાર-2’ બનાવી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ 2025માં શરૂ થશે. આ ફિલ્મમાં તબુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
ક્રૂ-2

ફિલ્મ ‘ક્રૂ’ની સફળતા પછી, નિર્માતાઓ હવે સિકવલની યોજના બનાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તબુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન ફરી એકવાર સાથે જોવા મળશે.
ભોલા-2

ફિલ્મ ‘ભોલા’માં તબ્બુને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. હવે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મની રિલીઝ પછી, નિર્માતાઓએ તેની સિકવલ ‘ભોલા-2’ બનાવવાનું નક્કી કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તબુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ પણ વાંચો :સૂર્યકુમાર યાદવે કપ…ACC ચીફ મોહસીન નકવીની નકટાઈઃ ભારતને ટ્રોફી આપવા માટે રાખી આ શરત !
‘દે દે પ્યાર દે 2’

‘દે દે પ્યાર દે 2’માં અજય દેવગન સાથે તબુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓ 14 નવેમ્બરે ફિલ્મ રિલીઝ કરવાની તાલી કરી રહ્યા છે.

અજય દેવગન અને તબુએ દશ્યમ’ના પહેલા અને બીજા ભાગમાં ધૂમ મચાવી હતી.-નિર્માતાઓ શક્ય તેટલી વહેલી તકે ત્રીજો ભાગ બનાવવાની પણ તૈયારી કરી રહ્યા છે.
અંધાધુન-2

અંધાધુન-2 ‘અંધાધુન’ની સફળતા પછી, બીજો ભાગ બનવાનો છે. નિર્માતાઓએ બીજા ભાગની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મમાં તબુ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
