નીટ-યુજી મામલે હાઇકોર્ટમાં તમામ અરજીઓની સુનાવણી પર સુપ્રીમ કોર્ટની રોક
નીટ યુજી 2024 પરીક્ષા રદ કરવાના મામલે સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે મહત્વની સુનાવણી થઈ હતી. જસ્ટિસ વિક્રમ નાથ અને એસ વી એન ભાટીની બેન્ચે ચાર અરજીઓ ટ્રાન્સફર કરનારી એનટીએની અરજી પર સુનાવણી કરી હતી. કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવવાથી ઈનકાર કરી દીધો હતો તેમજ કેન્દ્ર અને એનટીએને નોટિસ આપી હતી.
અરજીકર્તાના વકીલે કોર્ટને નીટ યુજી કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માગ કરી હતી પરંતુ બેન્ચે તેનાથી ઈનકાર કરી દીધો. બેન્ચે કહ્યું કે અમે આવું કરી રહ્યાં નથી. જો પરીક્ષા ચાલુ રહી તો કાઉન્સેલિંગ પણ ચાલુ રહેશે.
વકીલે સુનાવણી દરમિયાન કહ્યું કે અમે હાઈકોર્ટથી સ્ટેની માગ કરી રહ્યાં છીએ. તેની પર બેન્ચે કહ્યું કે આ રીતે સ્ટેની કોઈ જરૂર નથી. અમે પહેલા જ નોટિસ જારી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે નીટ યુજી મામલે હાઈકોર્ટમાં ચાલી રહેલા તમામ મામલા પર રોક લગાવી દીધી હતી અને નોટિસ જારી કરી હતી. આગામી સુનાવણી 8 જુલાઈએ થશે.