ગજબનો શોખ : ઘર છે કે મોબાઈલનું મ્યુઝીયમ ? ૩૬૧૫ મોબાઈલનું કલેક્શન
મોબાઈલ કલેક્ટ કરવાનું ગાંડપણ 1999માં શરૂ થયુ અને હજુ ચાલુ જ છે.
નોકિયાના જ ૭૦૦ થી વધુ મોડેલ છે
દુનિયામાં કેટલાય લોકો અનોખી પસંદ અને રસના કારણે ઓળખાતા હોય છે. કોઈને અલગ અલગ સિક્કા અને નોટ ભેગી કરવાનો શોખ હોય છે, તો વળી કોઈ અલગ અલગ દેશની કરન્સી એકઠી કરતા હોય છે. સ્પેનના વેન્સેસ પનાઉ ફર્નાન્ડેઝે નોકિયાના એક ફેન એ જૂના અને દુર્લભ મોડલનો એવો અનોખો ભંડાર ભેગો કર્યો છે, જેના કારણે તેણે એક આગવી ઓળખ ઊભી કરી છે. તેનું આ કલેક્શન ખાલી નોકિયા સુધી સીમિત નથી, પણ તેમાં કેટલીય અન્ય પ્રસિદ્ધ બ્રાન્ડના અનોખા ફોન પણ સામેલ છે. આજે તે દુનિયાના સૌથી મોટો મોબાઈલ કલેક્શનનો માલિક છે.
guinnessworldrecords.comના જણાવ્યા અનુસાર, સ્પેનના નોકિયા સુપરફેન પાસે સત્તાવાર રીતે દુનિયાનું સૌથી મોટું મોબાઈલ ફોન કલેક્શન છે. તેની પાસે 3615 મોબાઈલ મોડલ છે. જે તેણે બાર્સિલોનામાં આવેલા ઘરમાં સાચવીને રાખ્યા છે. તેની પાસે સિમેન્સથી લઈને એનઈસી, મોટોરોલા, બ્લેકબેરી, સેમસંગ, એચટીસી અને એપલ જેવી કંપનીના કેટલાય ફોન છે. પાછલો રેકોર્ડ 3456 મોડલ્સ હતો. જે રોમાનિયાના એન્ડ્રે બિલ્વી અર્જેન્ટિસના નામે હતો.
વેન્સેસની મોબાઈલ કલેક્ટ કરવાની જર્ની 1999માં શરૂ થઈ હતી. જ્યારે તે ક્રિસમસ પર એક ગ્રે રંગનો નોકિયા 3210 ગિફ્ટમાં લાવ્યો હતો. તેણે 2008માં નોકિયા ફોન એકઠા કરવાનું શરૂ કર્યું અને તેણે તેના તમામ મોડલ ખરીદવાનો ટાર્ગેટ રાખ્યો, જેને તે પહેલા ખરીદી શકતો નહોતો.
તેનું કલેક્શન એટલું મોટું થતું ગયું કે તે તેની ડિસ્પ્લે કેબિનેટમાં સમાવી શક્યો નહીં અને ધીમે ધીમે તેના આખા ઘરમાં મોબાઈલ ફોન થવા લાગ્યા. 2018 સુધી તેણે 700થી વધારે વિવિધ નોકિયા મોડલ્સ એકઠા કરી લીધા હતા. અન્ય બ્રાન્ડ્સના ફોન પણ તેણે ભેગા કરવાના શરૂ કરી દીધા. જેમાં અમુક ફોન તો કમર્શિયલી મળતા પણ નહોતા.
વેન્સેસે કહ્યું કે, “મારુ કલેક્શન સતત વધી રહ્યું છે. લગભગ એક વર્ષ સુધી જોકે મેં તેને છોડી દીધું હતું પણ મેં ફરીથી તેને ચાલુ રાખવાનું વિચાર્યું. આ વખતે મેં ન ફક્ત નોકિયાના પણ માર્કેટમાં આવતા દરેક ફોન એકઠા કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો. આ ઉપરાંત તે પ્રોટોટાઈપ ફોન પણ લેવાનું વિચારે છે. જે ક્યારેય વેચાવા માટે બજારમાં આવ્યા નથી.”