વારાણસીમાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થર મારવાની ઘટના બની હતી. રેલવે પોલીસના જણાવ્યા અનુસાર લખનૌ થી અયોધ્યા અને પટણા જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ વારાણસી જંકશન ( કેન્ટ રેલવે સ્ટેશન)પર સમયસર પહોંચી ગઈ હતી. ત્યાંથી રાત્રે 8.30 વગયે ટ્રેન કાશી રેલ્વે સ્ટેશન પર જઈ રહી હતી ત્યારે તોફાની તત્વોએ ચોકાઘાટ નજીક પથ્થરમારો કરતાં કેટલાક ડબ્બાના કાચને નુકસાન થયું હતું. ગભરાઈ ગયેલા કેટલાક મુસાફરોએ અંગે રેલવે સત્તાવાળાઓને મેસેજ કર્યા બાદ રેલવે પોલીસ ઘટના સાથે દોડી ગઈ હતી. ટ્રેનની બહાર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પરથી પોલીસે તોફાની તત્વોની ઓળખ મેળવી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
