20મીએ મતદાન હોવાથી શેરબજાર બંધ રહેશે
મહારાષ્ટ્રમાં આગામી ૨૦મીએ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે તેથી શેરબજારમાં રજા રહેશે. નેશનલ સ્ટોક એકસચેંજે કહ્યું છે કે, ૨૦મીને બુધવારે શેરબજાર અને વાયદા બજારમાં કોઈ કામકાજ નહી થાય. આ જ રીતે બોમ્બે સ્ટોક એકસચેંજે પણ રજાની જાહેરાત કરી છે.
દરમિયાન શુક્રવારે શેરબજારમાં ભારે અફડાતફડી બાદ સેન્સેક્સ ૫૫ પોઈન્ટ તૂટીને ૭૯,૪૮૬ ઉપર બંધ થયો હતો અને નિફ્ટી પણ ૫૧ પોઈન્ટ તૂટીને ૨૪૧૫૦ની નીચે બંધ થયો હતો.
