2 દિવસમાં 2 મંદિરમાં નાસભાગ : હરિદ્વારમાં 8 શ્રદ્ધાળુના મોત, યુપીમાં ઔસાનેશ્વર મંદિરમાં 2નાં ઘટનાસ્થળે જ મોત
ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા મનસા દેવી મંદિર સંકુલમાં રવિવારે ભાગદોડમાં 8 લોકોના મોત થયા હતા અને 35 લોકો ઘાયલ થયા હતા. ભાગદોડ બાદ ચારે બાજુ એમ્બ્યુલન્સના સાયરન વાગતા જોવા મળ્યા હતા. ધાર્મિક શહેર હરિદ્વારના લોકો આ અકસ્માતથી ગભરાઈ ગયા હતા. મનસા દેવી મંદિર પહોંચવા માટે ત્રણ મુખ્ય માર્ગો છે, જેમાં રોપવે, ફૂટપાથ અને સીડીનો સમાવેશ થાય છે. રવિવારે સીડી માર્ગ પર આ અકસ્માત થયો હતો. જો કે એવું બહાર આવ્યું હતું કે સીડી પર વીજળીનો કરંટ આવે છે તેવી કોઈએ અફવા ફેલાવ્યા બાદ ડરથી ભાવિકોએ નાસભાગ શરૂ કરી દીધી હતી અને દુખદ દુર્ઘટના સર્જાઇ ગઈ હતી.

સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું હતું કે સીડી પર ભીડ એકઠી થવા અને અફવાઓ ફેલાવવાને કારણે ભાગદોડ મચી હતી. ભાગદોડ બાદ જિલ્લા વહીવટીતંત્રે મનસા દેવી પહોંચવાના તમામ માર્ગો બંધ કરી દીધા હતા. ફૂટપાથ, સીડી અને રોપવે પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ મામલાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યો હતો.
Six people killed in a stampede at Mansa Devi temple in Haridwar😕
— Gss🇮🇳 (@Gss_Views) July 27, 2025
We Indians are nothing but cockroaches for Govs.
pic.twitter.com/HJUAlSpwjX
મૃતકોમાં મહિલાઓ અને બાળકો
આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોનું કહેવું છે કે અચાનક ભીડમાં અફવા ફેલાઈ ગઈ અને ભાગદોડ મચી ગઈ. આ ઘટનામાં 35 લોકો ઘાયલ થયા છે અને 8 લોકોના મોત થયા છે, જેમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. મૃતકો અને ઘાયલોમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોનો સમાવેશ થાય છે. એસડીઆરેફ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે તૈનાત હતી.
આ પણ વાંચો : ભારત-ઇંગ્લેન્ડની ચોથી ટેસ્ટ ડ્રો : બેન સ્ટોક્સે શરૂઆતમાં ડ્રો ઓફર કરી…જાડેજા અને સુંદરે પાડી ‘ના’; કારણ જાણીને તમને લાગશે નવાઈ
વીજળી વિભાગે શું કહ્યું ?
વીજળી વિભાગ હરિદ્વારના અધિક્ષક ઇજનેર પ્રદીપ કુમાર કહે છે કે વીજળીના વાયરમાં કોઈ કરંટ નહોતો કે કોઈ વાયર તૂટ્યો અને પડ્યો નથી. આ બધી અફવા છે. અહીંના બધા વીજળીના વાયર સુરક્ષિત અને સ્વસ્થ છે. ઘાયલોમાંથી 6ને ગંભીર હાલતમાં સારવાર માટે ઋષિકેશ એઇમ્સ મોકલવામાં આવ્યા હતા. બાકીના ઘાયલોની હરિદ્વારની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો : શ્રાવણમાં સરવડા નહી, સાંબેલાધાર : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ, નડિયાદમાં 10.43 ઈંચ વરસાદથી જળબંબાકાર
મંદિર ટ્રસ્ટના મહંતે શું કહ્યું ?
મનસા દેવી મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરી મહારાજે જણાવ્યું હતું કે એક મુસાફરનો પગ લપસી જવાથી આ મોટી ઘટના બની હતી. તેમણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે કંવર મેળો સફળતાપૂર્વક પૂર્ણ થયો. પરંતુ તે પછી આ ઘટના અચાનક બની, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે અને તેઓ મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે. આ સાથે, તેઓ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરે છે.
#INDIA: #UP: 2 devotees died in a #stampede outside #Osaneshwar temple.
— CMNS_Media⚔️ #Citizen_Media🏹VEDA 👣 (@1SanatanSatya) July 28, 2025
A stampede occurred due to electric current during Jalabhishek. 29 people are also injured in this accident.
This stampede happened at around 3 o'clock in the night. pic.twitter.com/cbuX1pPvtR
UPના બારાબંકીના ઔસાનેશ્વર મંદિરમાં નાસભાગ
હજુ ગઈકાલે જ હરિદ્વારમાં નાસભાગની ઘટના સામે આવી હતી ત્યારે આજે યુપીમાં પણ સામે આવી છે. શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે યુપીના બારાબંકીમાં આવેલા ઔસનેશ્વર મહાદેવ મંદિરમાં નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે મહિલાઓ અને બાળકો સહિત 29 લોકો ઘાયલ થયા હતા. સોમવારે સવારે 2 વાગ્યે જળાભિષેક દરમિયાન મંદિર પરિસરમાં અચાનક વીજ કરંટ ફેલાઈ જવાને કારણે આ અકસ્માત થયો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
