PM Modi In Sri Lanka : PM મોદીની અપીલ બાદ શ્રીલંકાએ 14 ભારતીય માછીમારોને કર્યા મુક્ત
એક મહત્વપૂર્ણ પગલા તરીકે શ્રીલંકાએ રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન 14 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા. મુક્તિ પહેલાં, શનિવારે વડા પ્રધાન મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ દિસાનાયકે વચ્ચે વિગતવાર ચર્ચા થઈ હતી, જેમાં માછીમારોની ધરપકડ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સંયુક્ત પત્રકાર પરિષદમાં પોતાના ભાષણ દરમિયાન, વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘અમે માછીમારોના મુદ્દાઓ પર ચર્ચા કરી. અમે સંમત થયા કે આપણે આ બાબતમાં માનવતાવાદી અભિગમ સાથે આગળ વધવું પડશે. અમે માછીમારોને તાત્કાલિક મુક્ત કરવા અને તેમની બોટો પરત કરવાનો આગ્રહ રાખ્યો.
શ્રીલંકાના અધિકારીઓ દ્વારા ભારતીય ખાસ કરીને તામિલ નાડુના માછીમારોની ધરપકડ, તણાવનો મુદ્દો છે. 2025 ની શરૂઆતથી, શ્રીલંકાના દળો દ્વારા 119 ભારતીય માછીમારો અને 16 માછીમારી બોટ કબજે કરવામાં આવ્યા હતા જેના કારણે દરિયાકાંઠાના સમુદાયોમાં ચિંતા ફેલાઈ છે અને હસ્તક્ષેપ માટે વારંવાર અપીલ કરવામાં આવી છે.
વાટાઘાટો પછી એક પત્રકાર પરિષદને સંબોધતા વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, “અમને કહેવામાં આવ્યું છે કે શ્રીલંકાના અધિકારીઓએ તાત્કાલિક ૧૪ માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે અને કદાચ આગામી દિવસોમાં કેટલાક વધુ માછીમારોને મુક્ત કરી શકે છે .