સ્પિનના જાદુગર બિશનસિંઘ બેદીનું નિધન
ટીમ ભારતના પૂર્વ કેપ્ટન હતા, 67 ટેસ્ટમાં 266 વિકેટ ઝડપી હતી,સુવર્ણ યુગનો અંત
ક્રિકેટની દુનિયામાં ભારતનું નામ રોશન કરીને સ્પિન બૉલિંગનો જાદુ બતાવનાર વિશ્વકક્ષના બેસ્ટ ખેલાડી અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું હતું અને એ સાથે જ ક્રિકેટના એક સુવર્ણ યુગનો અંત આવ્યો હતો. 1970ના દાયકામાં સ્પિન બોલિંગની પ્રખ્યાત ચોકડી (બેદી, પ્રસન્ના, ચંદ્રશેખર, રાઘવન)નો ભાગ બનેલા બિશન સિંહ બેદી દુનિયાને અલવિદા કહી છે ત્યારે દેશની ક્રિકેટ આલમમાંઅને એમના ચાહકોમાં શોક ફેલાયો છે.
બેદીની ઇન્ટરનેશનલ કેરિયર 12 વર્ષની હતી. વિશ્વના અનેક મહાન બેટરો એમની જાદૂઈ ફિરકીમાં સલવાઈને આઉટ થયા હતા. પંજાબ માટે ક્રિકેટ કેરિયરની શરૂઆત કરનાર બેદીએ પોતાનું વધારે સમય ભારતીય ટીમ ઊપરાંત દીલ્હીની રણજી ટીમ માટે ફાળવ્યો હતો. દેશ અને દુનિયાના ક્રિકેટ સિતરાઓએ એમણે યાદ કરીને શ્રધ્ધાંજલિ આપી હતી.
22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી
બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. તેઓ પ્રખ્યાત લેફ્ટી સ્પિનર હતા. તેમણે 1966 થી 1979 દરમિયાન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી. તેમણે 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમણે 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટ ઝડપી હતી. તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 1560 વિકેટ ઝડપી હતી.તેઓ 10 વન ડે ઇન્ટરનેશનલ મેચ પણ રમ્યા હતા.
1969 -70 માં બેદીએ ઓસીઝ સામે ડેબ્યૂ કર્યું હતું. 1970 માં પદ્મશ્રી મળ્યો હતો. કાઉન્ટી કેકેટમાં પણ એમનું મહત્વનું યોગદાન હતું અને એમણે નોરધામપટન માટે રમી 434 વિકેટો લીધી હતી.