સાઉથના સુપરસ્ટાર શું રામ મંદિર માટે દાનમાં આપશે જુઓ
તેજા સજ્જાની ફિલ્મ હનુ-માન 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. તાજેતરમાં જ નિર્માતાઓએ ફિલ્મ માટે એક પ્રી-રિલીઝ કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેમાં ચિરંજીવી પણ સામેલ રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ચિરંજીવીએ રામ મંદિરના નિર્માણ માટે દાન આપવા માટે હનુ-માન ટીમ દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયનો ખુલાસો કર્યો હતો.
સુપરસ્ટાર ચિરંજીવીએ કહ્યુ, રામમંદિરનું નિર્માણ ઈતિહાસમાં એક મિસાલ છે. મને આ મહિનાની 22 તારીખે રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે. હુ પોતાના પરિવારની સાથે આમાં સામેલ થઈશ. રામ મંદિના ઉદ્ઘાટનના અવસરે હનુ-માન ટીમે એક મહત્વની જાહેરાત કરી. તેમણે રોકડ રકમ દાન કરવાનો નિર્ણય કર્યો છે. રામ મંદિર નિર્માણ માટે તેમની ફિલ્મની દરેક વેચાયેલી ટિકિટમાંથી 5 રૂપિયા દાન કરીશુ.
