રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
બોલીવુડને તેની કેટલીક સૌથી સફળ ફિલ્મો આપનાર અભિનેતા રાજપાલ યાદવ હાલમાં તેની કોઈપણ ફિલ્મ માટે નહીં, પરંતુ તિહાર જેલમાં આત્મસમર્પણ કરવા માટે સમાચારમાં છે. જેલમાં જતા પહેલાનું તેમનું નિવેદન ભાવનાત્મક હતું, જેમાં તેણે ઉદ્યોગમાં તેના સંબંધો અને મિત્રોના અભાવ વિશે વાત કરી હતી. હવે, સોનુ સૂદ આગળ આવ્યા છે અને ફરી એકવાર તેના હૃદયને સાબિત કર્યું છે.
જ્યારે આખું ફિલ્મ ઉદ્યોગ જોઈ રહ્યું હતું, ત્યારે પીઢ હાસ્ય કલાકાર રાજપાલ યાદવને કાનૂની અને નાણાકીય મુશ્કેલીઓને કારણે તિહાર જેલ જવાની ફરજ પડી હતી, ત્યારે સોનુ સૂદ એકમાત્ર વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા જેમણે મદદનો હાથ લંબાવ્યો. સોનુએ રાજપાલ યાદવને માત્ર ટેકો આપ્યો જ નહીં પરંતુ તેમની આગામી ફિલ્મમાં તેમને મહત્વપૂર્ણ ભૂમિકા પણ આપી.
Rajpal Yadav is a gifted actor who has given years of unforgettable work to our industry. Sometimes life turns unfair, not because of talent, but because timing can be brutal. He will be part of my film, and I believe this is the moment for all of us..producers, directors,…
— sonu sood (@SonuSood) February 10, 2026
અભિનેતા સોનૂ સુદે આગળ વધીને રાજપાલ યાદવને સપોર્ટ કર્યો છે. આટલું જ નહીં ફિલ્મની ઓફર કરવાની સાથે-સાથે થોડું સાઇનિંગ એમાઉન્ટ આપવાનું પણ એલાન કર્યું છે. સોનૂ સુદે સ્પષ્ટ કહ્યું છે કે આ મદદ કઈ ચેરિટી નથી, પરંતુ પ્રોફેશનલ સમ્માન અને સહયોગનું પ્રતીક છે. આ સિવાય સોનૂ સુદે પણ લોકોને આ વિશે મદદ કરવાની અપીલ કરી છે.
સોનુ સૂદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉ ટ્વિટર) પર એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી અને રાજપાલ યાદવને ઉદ્યોગ માટે `અમૂલ્ય ભેટ’ ગણાવ્યા. સોનુએ લખ્યું, “રાજપાલ યાદવ એક અત્યંત પ્રતિભાશાળી અભિનેતા છે જેણે વર્ષોથી આપણને હસાવ્યા છે. ક્યારેક જીવન પ્રતિભાના અભાવને કારણે નહીં, પરંતુ ખરાબ સમયને કારણે અન્યાયી હોય છે. તે મારી આગામી ફિલ્મનો ભાગ બનશે. મને લાગે છે કે આ તે સમય છે જ્યારે આપણે બધા નિર્માતાઓ, દિગ્દર્શકો અને સાથી કલાકારોએ સાથે ઊભા રહેવું જોઈએ.”
