12 રાજ્યોમાં સૂરજની સંચારબંધી: ઝારખંડમાં 46 અને બિહારમાં 44 ડિગ્રી
એપ્રિલે અકળાવી દીધા: અનેક લોકો બીમાર, ઑડિશામાં વૃધ્ધનું મોત
દેશમાં એપ્રિલ અને જૂન વચ્ચે સૂરજ દાદા ભયંકર તાપ આપવાના છે તેવા અહેવાલો વચ્ચે એપ્રિલમાં જ દેશના અનેક ભાગોમાં અસહ્ય તાપ શરૂ થઈ જતાં લોકો આકુળવ્યાકુળ બની ગયા હતા. અનેક રાજ્યોમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાતાં માર્ગો સૂમસામ બની ગયા હતા.
બિહાર અને ઝારખંડ રાજ્યોમાં સૂરજની સંચારબંધી જેવો માહોલ થયો હતો અને ઝારખંડમાં 46 ડિગ્રી તથા બિહારમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એ જ રીતે આંધ્ર પ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ સહિતના 12 થી વધુ રાજ્યોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન રહેતાં લોકોની કસોટી થઈ ગઈ હતી. ભયંકર તાપ અને લૂ લાગી જવાથી ઓડિશામા એક વૃધ્ધનું મૃત્યુ થયું હતું. અનેક લોકો બીમાર પણ પડ્યા છે.