અમેરિકામાં બરફીલા તોફાનનું તાંડવ: 30 લોકોના મો*ત, 6 લાખ ઘરોમાં વીજળી ગુલ; જનજીવન અસ્તવ્યસ્ત, શહેરો થીજી ગયા
અમેરિકામાં આવેલા ભયંકર વિન્ટર સ્ટોર્મની અસરથી આખો દેશ ઠંડી અને બરફવર્ષાની ચપેટમાં આવી ગયો છે. બરફનું આ તોફાન અમેરિકા માટે એક મોટી કુદરતી આફત બની ગયું છે, જેના કારણે ભારે બરફ જામી ગયો છે, ભારે ઠંડી પડી રહી છે, 30 લોકોના મોત થયા છે અને 6 લાખ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. ઉત્તરપૂર્વમાં ભારે હિમવર્ષાની સાથે દક્ષિણ રાજ્યોમાં ફ્રિઝિંગ વરસાદને કારણે લાખો લોકો વીજળી વિના ઠંડીમાં ધ્રુજી ગયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 ઇંચ સુધીની હિમવર્ષાને કારણે તાપમાન માઇનસ 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. અહેવાલો અનુસાર, વાવાઝોડાથી મૃત્યુઆંક ઓછામાં ઓછો 30 સુધી પહોંચી ગયો છે. અમેરિકામાં ઉત્તરપૂર્વ ભાગમાં આવેલું આ તોફાન સદીનું સૌથી મોટું અને ભયંકર તોફાન માનવામાં આવી રહ્યું છે. આ તોફાનને કારણે ભારે હિમવર્ષા, ઠંડી અને વરસાદે અનેક રાજ્યોમાં કહેર વરસાવ્યો છે.
આ પણ વાંચો :ટેકાના ભાવે ખરીદી: આગામી રવિ સીઝન માટે 2585 પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંની ખરીદી કરાશે,આ તારીખથી કરાવી શકાશે ઓનલાઇન નોંધણી
વાવાઝોડાને કારણે અમેરિકાના અરકાનસાસથી ન્યૂ ઇંગ્લેન્ડ સુધીના 2,100 કિલોમીટરના વિસ્તારમાં એક ફૂટથી વધુ બરફ જામી ગયો છે. વાહનો રસ્તાઓ પર ફસાયા છે, હજારો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ન્યૂ યોર્ક શહેરમાં તાજેતરના વર્ષોમાં સૌથી વધુ બરફવર્ષા થઈ. સેન્ટ્રલ પાર્કમાં 11 ઇંચ બરફ જામ્યો. મુખ્ય રસ્તાઓ સાફ કરવામાં આવ્યા, પરંતુ ફૂટપાથ પર લોકો ઘૂંટણ સુધીના બરફમાં ચાલવા મજબૂર થયા. ઘણી સબવે લાઇનો મોડી પડી.
ખાનગી જેટ ક્રેશ; 8 ના મોત; બરફ વર્ષાની ઘાતક અસર
અમેરિકાના મેન રાજ્યમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ હતી. બેંગર ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કરતી વખતે એક પ્રાઈવેટ જેટ આગના સંકજામાં આવીને ક્રેશ થઈ ગયું છે. વિમાનમાં આઠ લોકો સવાર હતા જો કે તેની હાલત અને ઓળખને લઈને કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. દુર્ઘટનાની તપાસ શરૂ કરી દેવાઈ છે.આ વિમાન ટવિન-એન્જિન ટર્બો-ફેન બોમ્બાર્ડિયર ચેલેન્જર 600 હતું. એમ મનાય છે કે બરફ વર્ષાની ઘાતક અસર દેખાઈ છે.
