ચાંદીનો નવો ધમાકો! ભાવ પહોચ્યા ઐતિહાસિક સપાટીએ,
રૂ.2700નો ઉછાળો
ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી રહી છે. MCX પર બુધવારે ચાંદીનો ભાવ તેના અગાઉના બંધ ભાવ ₹1,88,064થી ઉછળીને સીધો ₹1,90,799 પ્રતિ કિલોગ્રામની નવી ઊંચાઈ પર પહોંચ્યો. માત્ર બે જ ટ્રેડિંગ દિવસોમાં ચાંદી લગભગ ₹10,000 પ્રતિ કિલો મોંઘી થઈ છે અને હવે ₹2 લાખના આંકડાની નજીક પહોંચી ગઈ છે.
સોનું પણ ચમક્યું, પરંતુ હજી સસ્તુ
સોનામાં પણ તેજી જોવા મળી રહી છે. 5 ફેબ્રુઆરી એક્સપાયરીવાળા સોનાનો ભાવ આજે ₹1,30,502 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યો છે. જોકે, તેની ઓલટાઈમ હાઈ ₹1,34,024ની સરખામણીમાં સોનું હજી પણ ₹3,522 સસ્તુ છે. IBJA મુજબ ચાંદી મંગળવારે ₹1,78,893 પ્રતિ કિલો અને 24 કેરેટ સોનું ₹1,27,974 પર નોંધાયું હતું.
