ભારતમાં ચાંદીના ભાવ રેકોર્ડબ્રેક ઉછાળા સાથે 2 લાખને પાર
બજારમાં ચાંદી આજે રેકોર્ડબ્રેક સાથે હવે 2 લાખની ઉપર પહોંચી ગઈ છે. માત્ર ચાર દિવસમાં ચાંદીમાં રૂ.10,000નો ઉછાળો આવ્યો છે, જે બજારમાં સોનાની સાથે કિંમતી ધાતુઓમાં જોરદાર હલચલ દર્શાવે છે.
કિંમતી ધાતુઓમાં આવી તેજી રોકાણકારોને ચોંકાવી રહી છે અને બજારમાં ઉત્સુકતા વધી રહી છે.
રોકાણકારો સોના કરતાં ચાંદીમાં ઝડપી મૂવમેન્ટ જોઈને ભારે રસ દાખવી રહ્યા છે. માર્કેટ નિષ્ણાતો મુજબ, આવી તેજી આગામી દિવસોમાં પણ જારી રહેવાની શક્યતા છે.
