પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
યુરોપિયન દેશ લાતવિયા હાલમાં પુરુષોની ગંભીર અછતનો સામનો કરી રહ્યો છે, જેના કારણે અહીંની સામાજિક વ્યવસ્થામાં વિચિત્ર બદલાવ આવ્યા છે. અહેવાલ મુજબ, આ દેશમાં મહિલાઓ વચ્ચે `કલાકના હિસાબે પતિ ભાડે રાખવા’ની સેવા ઝડપથી વધી રહી છે. આ કામચલાઉ પતિઓ ઘરના નાના-મોટા કામો, રિપેરિંગ અથવા ઘરેલું જવાબદારીઓ પૂરી કરવામાં મદદ કરે છે અને સાથે જ એકલતાની જિંદગીમાં વાત કરવા માટે પણ મદદરૂપ થાય છે.
લાતવિયામાં પુરુષોની અછતની સ્થિતિ ગંભીર છે. આ દેશમાં પુરુષોની સંખ્યા મહિલાઓની તુલનામાં 15.5% જેટલી ઓછી છે. આ પ્રમાણ યુરોપિયન યુનિયનના સરેરાશ લૈંગિક અનુપાત કરતાં ત્રણ ગણું ઓછું છે. વર્લ્ડ એટલાસના રિપોર્ટ મુજબ, અહીં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં મહિલાઓની સંખ્યા પુરૂષોની તુલનામાં બમણી છે.
ન્યુયોર્ક પોસ્ટના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, દેશમાં પુરૂષોની આ કમી રોજબરોજની જિંદગીમાં પણ સ્પષ્ટપણે જોવા મળે છે. એક મહિલા એ જણાવ્યું કે તેના તમામ સહકર્મીઓ મહિલાઓ જ છે. તેમણે ભરતી માટે પુરૂષોને શોધ્યા હતા, પરંતુ તે શક્ય બની શક્યું નહીં. દાનિયાની મિત્ર જેનના મતે, દેશમાં પુરૂષોની સંખ્યા ઓછી હોવાથી ઘણી લાતવિયાની મહિલાઓ લગ્ન કરવા માટે વિકલ્પોના અભાવે વિદેશ જવા મજબૂર બની છે.
આ પણ વાંચો :આઇ-વે પ્રોજેકટનો ઇ-ચલણમાં ભગો? ફોટોમાં એકટીવા ચાલક યુવતી, મેમો નીકળ્યો જ્યુપીટરના માલિકનો
દેશમાં પુરૂષોની અછતને કારણે ઘણી મહિલાઓ જીવનસાથી વિના એકલા રહી રહી છે. આવા સંજોગોમાં, `હેન્ડીમેન’ ભાડે આપતી સેવાઓનું ચલણ તેજ ગતિએ વધ્યું છે. આ પ્લેટફોર્મ્સ એવા પુરૂષો પ્રદાન કરે છે જેઓ પ્લિંમ્બગ, સુથારીકામ, રિપેરિંગ જેવા ઘરેલું કામો સારી રીતે કરે છે. એક કંપની એવી પણ છે જે `એક કલાક માટે પતિ’ ભાડે આપવાનું કામ કરે છે. ફોન કે ઓનલાઈન બુિંકગ કરવા પર એક વ્યક્તિ તરત જ ઘરે પહોંચીને ઘરેલું કામોમાં મદદ કરે છે, સાથે જ વાતચીત માટે પણ ઉપલબ્ધ હોય છે.
નિષ્ણાતોના મતે, લાતવિયામાં આ લૈંગિક સમસ્યાનું મુખ્ય કારણ પુરૂષોની ઓછો આયુષ્ય દર છે. આની પાછળ ધૂમ્રપાનનો ઊંચો દર અને લાઇફ સ્ટાઇલ સંબંધિત સમસ્યાઓને મુખ્ય પરિબળો માનવામાં આવે છે.
