ગુજરાત ઇન્કમટેક્સના નવાં વડા તરીકે શૈલી જીંદાલ
નવેમ્બરમાં યશવંત ચૌહાણ નિવૃત્ત થતા પ્રિન્સિપલ ચીફ કમિશનર ઓફ ઇન્કમટેક્સનો એડિશનલ ચાર્જ ગોવા અને કર્ણાટકના ચીફ કમિશનર જીંદાલને અપાયો
ગુજરાત ઇન્કમટેક્સ વિભાગના નવા વડા તરીકે શૈલી જીંદાલને એડિશનલ ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્યના ઇન્કમટેક્સના પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે યશવંત ચૌહાણ કાર્યરત હતા. તેઓ નવેમ્બરમાં નિવૃત્ત થયા છે.
નવા પ્રિન્સિપલ ચીફ કમિશનર તરીકે શૈલી જીંદાલને નિયુક્ત કરવામાં આવ્યા છે.જેઓ કર્ણાટક, ગોવા અને બેંગલુરુના પ્રિન્સિપલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે જેમને તાત્કાલિક ધોરણે ગુજરાતનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
નાણામંત્રાલય દ્વારા ગુજરાત ઉપરાંત દિલ્હી અને ગોવહાટીના પ્રિન્સિપાલ ચીફ કમિશનર તેમજ ડાયરેક્ટર જનરલ તરીકે ના અધિકારીઓને પણ નિમણૂક કરવામાં આવી છે.