‘કિંગ’ના સેટ પર શાહરૂખ ખાન થયો ઘાયલ : એક્શન સીનનું શૂટિંગ દરમિયાન ઇજા થતા અમેરિકા સારવાર માટે રવાના, જાણો કેવી છે તબિયત
બોલિવૂડ કિંગ ખાન જેને આપણે સૌ શાહરૂખ ખાન તરીકે ઓળખીયે છીએ તેઓ પોતાની નવી ફિલ્મ કિંગના શૂટિંગ દરમિયાન ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. મુંબઈના ગોલ્ડન ટોબેકો સ્ટુડિયોમાં એક એક્શન સીન શૂટ કરતી વખતે તેમને સ્નાયુઓમાં ઘણી ઇજાઓ થઈ હોવાનું કહેવાય છે. સાવચેતી રૂપે, શાહરૂખ ખાન સારવાર માટે અમેરિકા જવા રવાના થઈ ગયા છે. ડોક્ટરોએ તેમને એક મહિનાનો આરામ કરવાની સલાહ આપી છે. આ ઘટનાને કારણે, ફિલ્મનું શૂટિંગ બે મહિના માટે મુલતવી રાખવામાં આવ્યું છે. હવે ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે.

શાહરૂખને ઈજા થઈ, હવે તેની તબિયત કેવી છે?
ફિલ્મ ‘કિંગ’ સાથે જોડાયેલા સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે શાહરૂખ સિદ્ધાર્થ આનંદ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ માટે એક એક્શન સીનનું શૂટિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેને પીઠમાં ઈજા થઈ હતી. જોકે, આ ઈજા એટલી ગંભીર નથી અને શાહરૂખ ધીમે ધીમે તેમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે. ભારતમાં શૂટિંગ કર્યા પછી, તે ત્યાંથી અમેરિકા જવા રવાના થયો અને હવે તે યુકેમાં તેના પરિવાર સાથે છે.

આ ઈજાને કારણે શાહરૂખે તેનો શ્રીલંકા પ્રવાસ પણ મુલતવી રાખ્યો છે. તેની ફિલ્મ ‘કિંગ’નું આગામી શેડ્યૂલ પણ આ કારણોસર મુલતવી રાખવામાં આવ્યું છે. જેથી અભિનેતાને ઈજામાંથી સ્વસ્થ થવા માટે થોડો સમય મળે. અત્યાર સુધી એવું માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું આગામી શૂટિંગ સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં મહિનામાં શરૂ થશે.

શાહરુખની ‘કિંગ’માં કયા કલાકારો જોવા મળશે?
શાહરુખે તેની આગામી ફિલ્મ ‘કિંગ’ને દરેક રીતે મોટી બનાવવા માટે કોઈ કસર છોડી નથી. તેણે તેની કાસ્ટિંગને મજબૂત બનાવવા માટે ઘણા બોલિવૂડ દિગ્ગજોને કાસ્ટ કર્યા છે. તેની ફિલ્મમાં દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, જયદીપ અહલાવત, અનિલ કપૂર, સૌરભ શુક્લા અને અભય વર્મા જેવા કલાકારો શામેલ છે.
આ પણ વાંચો : રાજકોટ સિવિલમાં બિલાડીને દૂધના રખોપા જેવો ઘાટ : ખાનગી પ્રેક્ટિસ મામલે રેડિયોલોજી વિભાગના હેડના પુત્ર સહિત 19 તબીબો સામે તપાસ
તે જ સમયે, શાહરુખની પુત્રી સુહાના પણ આ ફિલ્મ સાથે થિયેટરમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. તેણીએ નેટફ્લિક્સ ફિલ્મ ‘ધ આર્ચીઝ’ થી અભિનયની શરૂઆત કરી છે.
અગાઉ આ ફિલ્મનું દિગ્દર્શન સુજોય ઘોષ દ્વારા કરવામાં આવવાનું હતું, જેમણે વિદ્યા બાલનની ફિલ્મ ‘કહાની’નું દિગ્દર્શન કર્યું હતું. પરંતુ કોઈ કારણોસર તે પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગયો. તેની જગ્યાએ સિદ્ધાર્થ આનંદને લેવામાં આવ્યો, જેમણે શાહરુખ સાથે સ્પાય યુનિવર્સ ફિલ્મ ‘પઠાણ’ બનાવી. તેની તે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ. હવે જોવાનું એ રહે છે કે ‘કિંગ’ પણ આ જ જાદુ કરી શકશે કે નહીં.