સેકસ સ્કેન્ડલ ; પ્રજ્વલ વિડિયોમાં પ્રગટ થયો, 31 મીએ સીટ સામે હાજર થશે
વિડીયો થકી સંદેશ આપ્યો; પોતાની સામે રાજકીય ષડયંત્ર હોવાનો દાવો કર્યો
કર્ણાટકના સેકસ સ્કેન્ડલ કેસના આરોપી અને જનતા દળ એસના સાંસદ પ્રજ્વલ પ્રથમ વાર જ સામે આવીને કઈક બોલ્યા હતા અને સોમવારે તેણે એક વિડીયો પોસ્ટ કરીને એવી જાણ કરી હતી કે પોતે 31 મેના રોજ સીટ સમક્ષ હાજર થઈ જશે અને તપસમાં સહકાર આપશે.
તેણે એવો દાવો કર્યો છે કે પોતે ભારે ડિપ્રેશનમાં હતા. એમની સામે અનેક મહિલાઓએ ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. પ્રજ્વલ જર્મની ભાગી ગયો હતો અને પહેલીવાર જ તે સામે આવ્યો હતો. તેણે કહ્યું છે કે મને ખોટો સમજો નહીં, હું 31 મે ના રોજ સવારે 10 વાગે સીટ સામે હાજર થઈશ.
ગત 26 એપ્રિલે પ્રજ્વલ દેશ છોડીને ફરાર થઈ ગયો હતો. આ મામલમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ જેડી એસ અને ભાજપ પર હાવી થઈ ગયો હતો. વિડીયો મેસેજમાં તેણે પોતાની સામેના આરોપો રાજકીય ષડયંત્ર બતાવ્યા છે અને કહ્યું છે કે મને કોર્ટ પર પૂરો ભરોસો છે.