વાઇબ્રન્ટ સમિટમાં જુઓ કોના કુર્તા અને જેકેટે આકર્ષણ જમાવ્યું
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આજથી શરુ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં મોદી બ્રાન્ડના હાફ સ્લીવ કુર્તા અને જેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન વિદેશથી આવતા મહેમાનો ભરાતીય પરિધનો ખરીદી શકે એ માટે વિવિધ સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા, જેમાંથી એક સ્ટોરમાં ખાસ મોદી બ્રાન્ડના કપડાં રાખવામાં આવ્યા હતા. વડા પ્રધાન માટે જે કંપની કપડાં બનાવે છે એ જ કંપનીએ ‘મોદી’ બ્રાન્ડ શરૂ કરી છે.
ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ જે ખાસ પ્રકારના જેકેટ પહેરતા એ લોકોમાં નેહરુ જેકેટ તરીકે ઓળખવા લાગ્યા હતા. એજ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ક્લોથીંગ સ્ટાઇલ એક બ્રાન્ડ બની ગઈ છે.
વિદેશમાં પ્રવાસ દરમિયાન પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્લેઝર કે શૂટને બદલે ભારતીય પરિધાન કુર્તા અને જેકેટમાં જોવા મળે છે. જેને કારણે આવા કુર્તા અને જેકેટ મોદી કુર્તા અને મોદી જેકેટ તરીકે જાણીતા બન્યા છે.