રશિયાના પાઇલટની ગોળીઓથી વિંધાયેલી લાશ ક્યાં થી મળી..જુઓ
હેલિકોપ્ટર સાથે યુક્રેન ભાગી ગયેલા રશિયાના પાઇલટની સ્પેનમાં હત્યા
રશિયાથી હેલિકોપ્ટર લઈને યુક્રેન ભાગી ગયેલા એક પાઇલટની સ્પેનમાં હત્યા કરવામાં આવી હતી.એ સાથે જ રશિયા સાથે છેડો ફડનાર લોકોની વિદેશની ભૂમિ પર થયેલી ભેદી હત્યાઓની યાદીમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે.
સ્પેનની સરકારી સમાચાર એજન્સી EFE ના જણાવ્યા મુજબ દક્ષિણ સ્પેનના એલિકેન્ટે નજીક વિલાજોયોસા શહેરમાં એક ભૂગર્ભ ગેરેજમાંથી રશિયન પાઇલટ મેક્સિમ કુઝમિનોવની અસંખ્ય ગોળીઓથી વીંધાઈ ગયેલી લાશ મળી આવી હતી.આ પાઇલોટ ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં રશિયાના M I-8 મીલીટરી હેલિકોપ્ટર સાથે યુક્રેન ભાગી ગયો હતો.એ ઘટનાને રશિયા સામેના બળવા રૂપે મૂલવવામાં આવી હતી.આ બળવા માટે યુક્રેને તેને પ્રેરણા આપી હોવાનું માનવામાં આવે છે.એ ઘટના બાદ પાઇલટ મેક્સિક ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
સ્પેનની સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ ભાગેડુ પાઇલટ મેક્સિમ સ્પેનમાં અલગ નામથી યુક્રેનિયન પાસપોર્ટ સાથે રહેતો હતો.બનાવ અંગે સ્પેન પોલીસ ભૂગર્ભ ગેરેજ નજીક નજરે પડેલી અને બાદમાં થોડે દૂરથી સળગેલી હાલતમાં મળેલી એક કારમાં સવાર બે અજાણ્યા શખ્સોને શોધી રહી છે.આ હત્યા પાછળ રશિયન એજન્સીઓનો હાથ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.