કશ્મીરના ડીજીપીએ શું ખળભળાટ મચાવતું નિવેદન કર્યું જુઓ
જમ્મુ -કાશ્મીરના ડીજીપી આર. આર. સ્વેને કાશ્મીરના સ્થાનિક પક્ષો પર મોટો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું છે કે, ‘આ પક્ષોના કારણે જ પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. મુખ્યધારાના પક્ષોએ આતંકી નેતાઓને તૈયાર કર્યા, જેથી તેઓ ચૂંટણીમાં સારો દેખાવ કરી શકે. અહીં પક્ષોએ મત મેળવવા આતંકવાદને પ્રોત્સાહન આપ્યું.
પક્ષો વિરુદ્ધ પુરાવા હોવાનો દાવો
ન્યૂઝ એજન્સી એએનઆઈએ ડીજીપીનો હવાલો આપીને જણાવ્યું છે કે, ‘કાશ્મીર ખીણમાં કહેવાતા મુખ્યધારા અથવા પ્રાદેશિક રાજકારણના કારણે પાકિસ્તાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યું છે. એ દર્શાવવા માટે પૂરતા પુરાવા છે કે, ઘણાં લોકોએ સસલાં સાથે દોડવાની અને ભેડિયા સાથે શિકાર કરવાની કળા શીખી લીધી હતી, જેના કારણે સામાન્ય માણસ અને સુરક્ષા દળ બંને જ ડરી ગયા હતા અને મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા.’ડીજીપીના આ આરોપથી રાજકીય ખળભળાટ મચી ગયો છે.
આ વાતચીતમાં સ્વેને આરોપ લગાવ્યો છે કે, ‘સુરક્ષા દળો દ્વારા ઠાર કરાયેલા આતંકવાદીઓના ઘરે જવું અને જાહેરમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવી આ લોકો માટેએટલે રાજકીય નેતાઓ માટે સામાન્ય બાબત છે.
આતંકવાદમાં નવા લોકોને સામેલ કરવાની મંજૂરી અપાઈ, તેમને પ્રોત્સાહન પણ અપાયું, પરંતુ ભરતીમાં મદદ કરનારા અને નાણાંકીય વ્યવસ્થા કરનારાની ક્યારેય તપાસ ના કરાઈ. એસપી રેન્કના અધિકારીઓની આતંકવાદીઓ સાથે ધરપકડ કરીને તેમને જેલ હવાલે કરી દેવાયા. જો કે તેમણે કોઈ ગુનો જ નહોતો કર્યો.’ આ પ્રકારના દીજીપીના નિવેદનને પગલે રાજકીય આલમમાં ગણગણાટ શરૂ થયો છે. મહબૂબા મુફ્તીએ પણ સામો આરોપ પોલીસ પર લગાવ્યો હતો.
