‘ચાર ચાર બંગડીવાળી ગાડી’ ગીત કેસમાં કોર્ટમાં કિંજલ દવેને શું મળી રાહત જુઓ ..
ચાર ચાર બંગડીવાળી ગાડી ગીત કેસમાં અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાં કિંજલ દવેની થઈ જીત
રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી કંપની કર્યો હતો કોપીરાઇટનો કેસ
આ કેસ અંગે માહિતી આપતા એડવોકેટએ જણાવ્યું કે, ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઇટના હક્કો તેઓ (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી)એ કોઈ કાર્તિક પટેલ પાસેથી ખરીદેલા છે અને તે ગીતના કોપીરાઇટના હક્કો તેઓની (રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી.) પાસે છે અને તે ગીત તેમની રજા પરવાનગી વગર કિંજલ દવે કે અન્ય કોઈપણ વ્યક્તિ ગાઈ શકે નહીં કે કોઈપણ કંપની કે વ્યક્તિ ડિજિટલ પ્લૅટફૉર્મ ઉપર મૂકી શકે નહીં તેવી દાદ માંગી હતી. પરંતુ તે હક્કો અમદાવાદ સિટી સિવિલના કોમર્શિયલ કોર્ટ સમક્ષ કેસમાં રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. પોતાના જણાવેલા ગીતના કોપીરાઇટના હક્કો સાબિત કરી શક્યા નહી. જેથી કોર્ટે તેમના દ્વારા કિંજલ દવે સામે કરેલ કોપીરાઇટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી કાઢી નાખ્યો હતો.
સીટી સેશન્સ કોર્ટનું અવલોકન
અરજદાર કાર્તિક પટેલ પુરવાર ન કરી શકીયા કે તે આ ગીતના કોપીરાઇટ ધરાવે છે.
આ બન્ને ગીત સમાન છે તેવુ સાબિત થતું નથી.
કોર્ટના મતે બન્ને ગીતની પ્રથમ દસ થી 11 સેકન્ડનું જ ગીત સમાન લાગે છે
આમા મ્યુઝીક કોઇ યુનિક નથી, આ મ્યુઝીક અનેક લોકગીતમાં વપરાયા છે.
કિંજલ દવે એ પૂરવાર કરી શક્યા છે તે ચાર બંગડીવાળી શબ્દો કાર્તિકના ગીત રીલીઝ પહેલા પણ વાપરતા હતા
કોર્ટે અરજદાર કાર્તિકને કિંજલ દવેને દિવાની ખર્ચ આપવાનો આદેશ
કોર્ટે અરજદારની રજૂઆત આ ચૂકાદોના ઓપરેટીવ પર પંદર દિવસનો સ્ટે આપ્યો છે.