Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી મળ્યો સીક્રેટ કેમેરો, ઘણા ફૂટેજ લીક… વિદ્યાર્થિનીએ કર્યો વિરોધ

Fri, August 30 2024


કોલકત્તા રેપ કેસ બાદ મહિલાઓ સાથે દુર્વ્યવહાર થવાની અનેક ઘટના સામે આવી છે ત્યારે વધુ એક સમાચાર આંધ્રપ્રદેશમાં સામે આવ્યા છે જેમાં આંધ્રપ્રદેશની એક એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં છુપો કેમેરા મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. જ્યારે એક વિદ્યાર્થિનીએ તેની નોંધ લીધી તો તેણે તરત જ હોસ્ટેલ મેનેજમેન્ટને જાણ કરી. કેમેરામાંથી રેકોર્ડ કરાયેલા કેટલાક ફૂટેજ બોયઝ હોસ્ટેલમાં પણ શેર કરવામાં આવ્યા છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થિનીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ મામલો આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાનો છે. વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે અહીંની ગુડલાવલેરુ કોલેજ ઓફ એન્જિનિયરિંગની ગર્લ્સ હોસ્ટેલમાં છુપાયેલ કેમેરા લગાવવામાં આવ્યો હતો. આ માહિતી સામે આવતાં જ અહી હલચલ મચી ગઈ હતી. આ ઘટનાથી વિદ્યાર્થિનીઓમાં રોષ ફેલાયો હતો અને તેઓ કોલેજ કેમ્પસમાં એકઠા થઈ ગયા હતા અને વિરોધ કરવા લાગ્યા હતા.

એન્જિનિયરિંગ કોલેજમાં વિરોધ કરી રહેલી વિદ્યાર્થિનીઓએ ‘વી વોન્ટ જસ્ટિસ’ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. તેમણે ગોપનીયતાનો ભંગ કરનારા અને વિડિયો ફૂટેજ શેર કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. વિરોધની માહિતી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલાની તપાસ કરી, ત્યારબાદ એન્જિનિયરિંગના અંતિમ વર્ષના વિદ્યાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો. જોકે, વિદ્યાર્થીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ આ સમગ્ર મામલે પૂછપરછ અને તપાસમાં વ્યસ્ત છે.

કોલેજ પ્રશાસને વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ સમગ્ર મામલાની તપાસ માટે અધિકારીઓને સહકાર આપી રહ્યા છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વધારાની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે.

પોલીસે કેસ નોંધીને આ મામલે તપાસ હાથ ધરી

ગુડલાવલેરુ કોલેજ ઑફ એન્જિનિયરિંગમાં ગઈ કાલે બનેલી આ ઘટના બાદ પોલીસે કેસ નોંધ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે ગર્લ્સ હોસ્ટેલની શોધખોળ કરવામાં આવી ત્યારે કોઈ છુપાયેલ કેમેરા મળ્યો ન હતો. પોલીસે વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફની હાજરીમાં આરોપીના લેપટોપ, મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ કરી હતી. આ સમયગાળા દરમિયાન કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી.

અધિકારીઓએ વિદ્યાર્થીનીઓને આશ્વાસન આપ્યું છે કે આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. તપાસ ચાલુ છે. પોલીસ અધિક્ષકે કહ્યું કે કોઈપણ ખોટા કામ કરનારની ઓળખ કરવામાં આવશે અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

મમતા બેનર્જીએ ફરી PM મોદીને લખ્યો પત્ર : દુષ્કર્મ અંગે કડક કાયદો બનાવવાની કરી માંગ

Next

આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે ભારે વરસાદ : મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
7 મિનિટutes પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
1 કલાક પહેલા
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
18 કલાક પહેલા
કુલદીપ યાદવના લગ્ન: કુલદીપના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો: ચહલ,ફિલ્ડિંગ કોચ દિલીપ, રિંકુ અને રૈના સાથે જોવા મળ્યા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
જેતપુરના પીઠડિયામાં હાઇવે ઓથોરિટીએ સંપાદનથી વધુ જમીન કબ્જે કર્યાની અપીલ ફગાવી દેતા રાજકોટ કલેકટર
ગુજરાત
6 મહિના પહેલા
કેટલી જામીન અરજીઓ કેટલા સમયથી પેન્ડિંગ છે? સુપ્રીમ કોર્ટે તમામ હાઇકોર્ટ પાસેથી જવાબ માંગ્યો
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
આહિરાણીઓએ મારા ઓવારણા લીધા તે બદલ તેમને પ્રણામ : મોદી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર