દરિયામાં 31 હજાર ફૂટની ઊંડાઈએ જીવન જોઈ વિજ્ઞાનીઓ ચકિત, ટાઈટેનિકના કાટમાળથી પણ વધુ ઊંડાઈ
ચીનના વિજ્ઞાનીઓએ જાપાન અને અલાસ્કાની વચ્ચે પ્રશાંત મહાસાગરમાં 31 હજાર ફૂટની ઊંડાઈએ એવા સમુદ્રી જીવની શોધ કરી છે જે પૃથ્વી ઉપરના સૌથી મુશ્કેલ સંજોગોમાં જીવે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ જીવ સૂર્યના પ્રકાશ ઉપર નિર્ભર નથી કારણ કે આટલી ઊંડાઈએ સુર્યપ્રકાશ પહોંચી શકતો નથી.

આવા સમુદ્રી જીવ સર્વાઈવ કરવા માટે સુર્યપ્રકાશને બદલે કેમોસીન્થેસીસ નામની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. આટલા ઊંડા સમુદ્રના રોગાણુ ( માઈક્રોબ્સ) મીથેન અને હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા યૌગિકોને જૈવિક પદાર્થમાં બદલી નાખે છે.
ચીની વિજ્ઞાન એકેડમીનાં ડીપ સી સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ ઇન્સ્ટીટયુટનાં મેગ્રાન ડુના જણાવ્યા અનુસાર, આ સમુદ્રમાં કેમોસિન્થેટીક જીવનનું અત્યાર સુધીનું સૌથી ઊંડું સ્તર છે જ્યાં આ જીવ મળ્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં DCPનું નિયમના નામે જક્કી વલણ? પોલીસની આસ્થાને ઠેસ, ભારે કચવાટ! જાણો શું છે સમગ્ર મામલો

ટાઈટેનિકના કાટમાળથી પણ વધુ ઊંડાઈ
આ શોધ સાબિત કરે ચ એકે, જીવન ખુબ જ મુશ્કેલભરી સ્થિતિમાં પણ સંભવ છે. એટલાન્ટીક મહાસાગરમાં ડૂબેલા ટાઈટેનિક જહાજનો કાટમાળ 12500 ફૂટ નીચે મળ્યો હતો. આ જગ્યા 31000 ફૂટ નીચે છે.
આ પણ વાંચો : જો તમને પણ કોઈ પૈસા ડબલ કરવાની આવી લોભામણી લાલચ આપે તો ચેતજો! રાજકોટના યુવકે ગુમાવ્યા કરોડો રૂપિયા
વિજ્ઞાનીઓ સબમરિન મારફત પહોંચ્યા
વિજ્ઞાનીઓએ સમુદ્રની આટલી ઊંડાઈએ પહોંચવા માટે ‘ ફેન્દોઝે’નામની સબમરિનનો ઉપયોગ કર્યો છે. આ પહેલી વાર થયું કે, માણસે આ ક્ષેત્રને નજર સામે જોયુ.અહી સમુદ્રી જીવ હતા જે એલિયન જેવા દેખાતા હતા.
