‘સનમ તેરી કસમ 2’ની જાહેરાત : 08 વર્ષ બાદ ફરી જોવા મળી શકે છે ઈન્દર અને સૂરુની લવસ્ટોરી
આજે બૉલીવુડની ફિલ્મોએ લઈને લોકોને ટેસ્ટ બદલાયો છે અને એક્સપેટેશન પણ વધી છે પરંતુ લોકો જ્યારે પણ રોમેન્ટિક મૂવીને યાદ કરે છે તેમાં શાહરુખ ખાનનું નામ પહેલા આવે છે. બાદશાહ ખાન બાદ પણ અનેક એક્ટર રોમેન્ટિક મૂવીમાં કામ કરવામાં સારી નામના મેળવી ચૂક્યા છે તેમાંની એક ફિલ્મ એટલે ‘સનમ તેરી કસમ’. આ ફિલ્મ આજે પણ લોકોની ફેવરિટ છે જેને અનેક વાર જોવામાં પણ ફેન્સને કંટાળો આવતો નથી ત્યારે આવા લોકો માટે એક ખુશખબર છે. ‘સનમ તેરી કસમ’ના ચાહકોને ફરી એકવાર ‘સૂરુ’ અને ‘ઈંદર’ની લવ સ્ટોરી સ્ક્રીન પર જોવા મળશે. મેકર્સે ફિલ્મ ‘સનમ તેરી કસમ 2’ની સત્તાવાર જાહેરાત કરીને ઉત્સુકતા વધારી દીધી છે.
હર્ષવર્ધન રાણે અને માવરા હોકનેની રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘સનમ તેરી કસમ’ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.આ ફિલ્મ 5 ફેબ્રુઆરી, 2016ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને સ્થાનિક બોક્સ ઓફિસ પર 9.11 કરોડથી વધુની કમાણી કરી હતી.રાધિકા રાવે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે, જ્યારે દીપક મુકુટ તેના નિર્માતા છે. હવે લગભગ 8 વર્ષ બાદ ‘સનમ તેરી કસમ’ની સિક્વલની જાહેરાત કરવામાં આવી છે.
DEEPAK MUKUT ANNOUNCES 'SANAM TERI KASAM 2' WITH HARSHVARDHAN RANE… #DeepakMukut [Soham Rockstar Entertainment] announces Part 2 of #SanamTeriKasam… #HarshvardhanRane will star in the second part as well. #SanamTeriKasam2
— taran adarsh (@taran_adarsh) September 10, 2024
Meanwhile, the first part will re-release in theatres… pic.twitter.com/refrsVghyb
‘ઈંદર’ અને ‘સૂરુ’ની લવસ્ટોરી ફરી એકવાર પડદા પર જોવા મળશે. મંગળવારે સોહમ રોકસ્ટાર એન્ટરટેઈનમેન્ટે તેના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભિનેતા હર્ષવર્ધન સાથેની એક તસવીર શેર કરીને ‘સનમ તેરી કસમ 2’ની સત્તાવાર જાહેરાત કરી છે. સત્તાવાર પોસ્ટ શેર કરતા નિર્માતાઓએ લખ્યું, ‘સનમ તેરી કસમ 2′ સત્તાવાર રીતે નિર્માણમાં છે! પ્રથમ ફિલ્મની લવ સ્ટોરી પછી, અમે વધુ સાથે પાછા આવ્યા છીએ! અપડેટ્સ માટે ટ્યુન રહો!’
હર્ષવર્ધન મુખ્ય ભૂમિકા ભજવશે
વર્ષ 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’ બોલિવૂડની મહાન લવસ્ટોરી ફિલ્મોમાંથી એક છે. તેણે બોક્સ ઓફિસ પર પણ સારું પ્રદર્શન કર્યું. આ ફિલ્મ પણ દર્શકોને ઘણી પસંદ આવી હતી. હવે મેકર્સે તેની સિક્વલની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં અભિનેતા હર્ષવર્ધન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જો કે બાકીના કલાકારો વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
‘સનમ તેરી કસમ’ સિનેમાઘરોમાં ફરી રીલિઝ થઈ
ફિલ્મ ‘સનમ તેરી કસમ 2’ ની સત્તાવાર જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ‘સનમ તેરી કસમ’ થિયેટરોમાં ફરીથી રિલીઝ થવા જઈ રહી છે. ઑક્ટોબર મહિનામાં, આ ફિલ્મ દર્શકોના મનોરંજન માટે ફરીથી સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ચાહકો માટે કેક પર આઈસિંગ જેવું છે. ફિલ્મની જાહેરાતથી ચાહકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.
‘સનમ તેરી કસમ’ની સ્ટાર કાસ્ટ
ફિલ્મ સનમ તેરી કસમમાં અભિનેતા હર્ષવર્ધન ‘ઈંદર’ની ભૂમિકામાં જોવા મળ્યો હતો અને પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકને ‘સુરુ’નો રોલ કરતી જોવા મળી હતી. ફિલ્મમાં મનીષ ચૌધરી, અનુરાગ સિંહા, વિજય રાઝ, મુરલી શર્મા અને અન્ય કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.